BREAKING: UPI પેમેન્ટમાં સમસ્યા આવી, વારંવાર પ્રયાસો કરવા છતાં પેમેન્ટ ન થતા લોકો પરેશાન

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

UPI Payment: દેશભરમાં ડિજીટલ પેમેન્ટ કરનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક કલાકોથી યુપીઆઈ પેમેન્ટ કરવામાં સમસ્યાના કારણે લોકો પરેશાન થઈ ગયા છે.

ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા ઘણા યુઝર્સે જાણ કરી છે કે BHIM, PhonePe અને Google Pay દ્વારા UPI નો ઉપયોગ કરતા યુઝર્સે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને વારંવાર પ્રયાસો કરવા છતાં પેમેન્ટ કરી શક્યા નથી.

HDFC બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર, SBI અને કોટક મહિન્દ્રા બેંક સહિત અન્ય ઘણી બેંકોના ગ્રાહકોને પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે પણ આવી જ સમસ્યાઓની જાણ કરી. આવી સમસ્યાઓ પર નજર રાખતી વેબસાઈટ ડાઉનટ્રેકરે પણ પુષ્ટિ કરી છે કે UPI દ્વારા થતા વ્યવહારોને અસર થઈ છે.


Share this Article
TAGGED: