ક્રૂડ ઓઈલની કિંમતો ભલે ફરી એકવાર ઉછળવા લાગી હોય પરંતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિના અવસર પર દેશના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ ફરી એક વખત 75 ડોલર પ્રતિ બેરલની તરફ વધી રહ્યું છે, પરંતુ આજે સરકારી ઓઈલ કંપનીઓએ મોટાભાગના શહેરોમાં તેલના ભાવમાં ઘટાડો કર્યો છે. ખાસ કરીને જ્યાં પણ ગાંધીજીએ પગ મૂક્યો હતો, પછી તે ગુજરાત હોય, બિહાર હોય કે પશ્ચિમ બંગાળ.
સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા દર મુજબ અમદાવાદમાં પેટ્રોલ 50 પૈસા સસ્તું 94.50 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ડીઝલ પણ 50 પૈસા ઘટીને 90.17 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. બિહારની રાજધાની પટનામાં પેટ્રોલ 32 પૈસા સસ્તું થયું છે અને 105.74 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 30 પૈસા ઘટીને 92.57 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં આજે પેટ્રોલ 72 પૈસા સસ્તું થયું છે અને તે 104.66 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 68 પૈસા ઘટીને 91.48 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. કાચા તેલની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં તેની કિંમતોમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 74.62 ડોલર થઈ ગઈ છે. WTIનો દર પણ ઘટીને $70.98 પ્રતિ બેરલ થઈ ગયો છે.
ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
– દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.65 અને ડીઝલ રૂ. 89.82 પ્રતિ લીટર
– મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
– ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
– કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર
આ શહેરોમાં દરો બદલાયા છે
– અમદાવાદમાં પેટ્રોલ 94.50 રૂપિયા અને ડીઝલ 90.17 રૂપિયા પ્રતિ લીટર થયું છે.
– પટનામાં પેટ્રોલ 105.44 રૂપિયા અને ડીઝલ 92.57 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
– જલપાઈગુડીમાં પેટ્રોલ 104.66 રૂપિયા અને ડીઝલ 91.48 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો બહાર પાડવામાં આવે છે
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી અમલમાં આવશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા ઉંચા દેખાય છે.