બ્રિટિશ PM ઋષિ સુનકની પત્નીની કંપની પર થશે પ્રતિબંધ! શા માટે અક્ષતા મૂર્તિ પોતાની પેઢી બંધ કરી રહી છે?

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
અક્ષતા મૂર્તિએ હવે કંપનીને બંધ કરવાનો નિર્ણય લીધો, Lokpatrika
Share this Article

World News : બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકની (Rishi Sunak) પત્ની અને ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિની (Akshata Murty) ઇન્વેસ્ટમેન્ટ કંપની કેટામરન વેન્ચર્સ યુકે લિમિટેડ (Catamaran Ventures UK Ltd) બંધ થઈ જશે. કંપનીએ યુકે કંપની હાઉસને મોકલેલા પત્રમાં આ જાણકારી આપી છે. અક્ષતાના આ સાહસની કિંમત લગભગ 59 મિલિયન પાઉન્ડ (લગભગ 6,000 કરોડ રૂપિયા) હતી. આ રોકાણ પેઢી ૮૩૨૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિનું સંચાલન કરે છે. 43 વર્ષીય અક્ષતાએ તેની સ્થાપના 2013માં કરી હતી. આ કંપનીના બોર્ડમાં ઋષિ સુનકને ડાયરેક્ટર તરીકે પણ સામેલ કરવામાં આવ્યા હતા. સુનકે 2015માં ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું.

 

કેટામારન વેન્ચર્સના તમામ રોકાણો સફળ થયા નથી. કેટામરન વેન્ચર્સે એડટેક સ્ટાર્ટઅપ મિસિસ વર્ડસ્મિથમાં રોકાણ કર્યું હતું, જે પાછળથી બંધ થઈ ગયું હતું. આ ઉપરાંત કેટામારન દ્વારા રોકાણ કરવામાં આવેલી ફર્નિચર કંપની ન્યૂ ક્રાફ્ટ્સમેનને બ્રિટિશ સરકાર તરફથી કેટલાક લાભ મળ્યા હતા, જે બાદ તેને લઇને વિવાદ થયો હતો. કેટામારનની માલિકીની એજ્યુકેશન ટેકનોલોજી ફર્મ સ્ટડી હોલને ગયા વર્ષે સરકારી ઇનોવેટ યુકે તરફથી 3,50,000 પાઉન્ડની ગ્રાન્ટ મળી હતી, જેના કારણે વિપક્ષી લેબર પાર્ટીના પ્રશ્નો ઉભા થયા હતા.

કંપનીમાં અક્ષતા એકમાત્ર ડિરેક્ટર છે.

ડિસેમ્બર 2022 માં પૂરા થયેલા વર્ષ સાથે સંબંધિત કંપનીના નાણાકીય કાગળો તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા છે. આ દસ્તાવેજો અનુસાર, કંપનીના એકમાત્ર ડિરેક્ટર તરીકે અક્ષતા મૂર્તિએ હવે આ કંપનીને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપની હાઉસને મોકલેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ડિરેક્ટરે ગયા વર્ષે કંપની બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

 

 

ઇન્ફોસીસમાં અક્ષતા પાસે 0.91% હિસ્સો છે

મનીકંટ્રોલના રિપોર્ટ મુજબ, ઇન્ફોસીસમાં અક્ષતા 0.91 ટકા હિસ્સો ધરાવે છે. આ કારણે તેમને દર વર્ષે ડિવિડન્ડ તરીકે મોટી રકમ મળે છે. આ રકમથી અક્ષતાએ કેટામારન વેન્ચર્સની સ્થાપના કરી હતી. 2022માં કંપનીના રોકાણનું મૂલ્ય 3.8 મિલિયન પાઉન્ડથી થોડું વધારે હતું, જે 2021માં 3.5 મિલિયન પાઉન્ડ હતું. અક્ષતા મૂર્તિ પર કંપનીનું ૪.૬ મિલિયન પાઉન્ડથી વધુનું દેવું છે.

 

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત પહોંચી, ખેલાડીઓએ પહોંચતાની સાથે જ પોતાનું વલણ બદલ્યું

ભારતીય સૈન્યના ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ઉદ્યોગસાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો

ઈસરોના વડા એસ સોમનાથે સોમનાથ મંદિરના દર્શન કર્યા, ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવર વિશેની નવીનતમ માહિતી આપી

 

અક્ષતા રિશી કરતાં પણ વધુ શ્રીમંત છે

સુનક કપલની કુલ નેટવર્થ લગભગ 800 મિલિયન ડોલર એટલે કે 6733 કરોડ રૂપિયા છે. સંપત્તિની બાબતમાં અક્ષતા મૂર્તિ પોતાના પતિ ઋષિ સુનકથી આગળ છે. ફોર્બ્સ અનુસાર અક્ષતા મૂર્તિની નેટવર્થ 5,943 કરોડ રૂપિયા છે, જ્યારે ઋષિ સુનકની નેટવર્થ 990 કરોડ રૂપિયા છે.

 


Share this Article
TAGGED: ,