Delta Autocorp IPO : ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ડેલ્ટા ઓટોકોર્પના શેરમાં સ્ટોક એક્સચેન્જમાં જબરદસ્ત લિસ્ટિંગ થઇ શકે છે. કંપનીનો આઈપીઓ 342થી વધુ વખત સબ્સક્રાઈબ થયો છે. કંપનીનો શેર ગ્રે માર્કેટમાં શાનદાર પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. ૫૪.૬૦ કરોડનો એસએમઇ આઇપીઓ છે. આઈપીઓ ૭ જાન્યુઆરીએ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને ૯ જાન્યુઆરીએ બંધ થયો હતો. આઈપીઓમાં શેરની ફાળવણી 10 જાન્યુઆરી, ગુરુવારના રોજ કરવામાં આવી છે. હવે 14 જાન્યુઆરીએ કંપનીના શેર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવા જઈ રહ્યા છે.
ગ્રે માર્કેટમાં બમ્પર પ્રીમિયમ
ડેલ્ટા ઓટોકોર્પના શેર ગ્રે માર્કેટમાં શાનદાર પ્રીમિયમ પર કારોબાર કરી રહ્યા છે. શનિવારે બપોરે કંપનીનો શેર ગ્રે માર્કેટમાં રૂ.130ના ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ.115ના પ્રીમિયમ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આમ, સ્ટોક એક્સચેન્જમાં 88.46 ટકાના પ્રીમિયમ સાથે રૂ.245ના ભાવે આ સ્ટોક લિસ્ટ થઈ શકે છે. આઈપીઓમાં એક લોટ ૧૦૦૦ શેરનો હતો. આવી સ્થિતિમાં આઈપીઓમાં જે રોકાણકારોને શેર ફાળવવામાં આવ્યા છે તેમને સારો નફો થવાની આશા છે. રિટેલ રોકાણકારોએ આ આઈપીઓમાં ઓછામાં ઓછા 1.30 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે.
342 ગણા સબસ્ક્રાઇબ થયા
ડેલ્ટા ઓટોકોર્પનો આઈપીઓ કુલ 342.1 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. આ આઈપીઓમાં રિટેલ રોકાણકારોની કેટેગરી 314.33 ગણી સબસ્ક્રાઈબ થઈ છે. નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (એનઆઇઆઇ)ની કેટેગરી 624.28 વખત સબસ્ક્રાઇબ થઇ છે. તે જ સમયે, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (ક્યુઆઇબી) કેટેગરીને 178.64 વખત સબ્સ્ક્રાઇબ કરવામાં આવી છે.
160000 વર્ષ પછી થઈ રહ્યો છે અદ્ભુત સંયોગ, વહેલી સવારે પૃથ્વી પર દેખાશે બે સૂર્ય! તારીખ નોંધો
કંપની શું કરે છે
આ કંપનીની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી. ડેલ્ટા ઓટોકોર્પ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સ બનાવવા અને વેચવાનો વ્યવસાય કરે છે. કંપની ડેલ્ટિક બ્રાન્ડ નામ હેઠળ કાર્યરત છે. કંપની પાસે 300થી વધુ ડીલર્સનું નેટવર્ક છે. કંપની ઇન-હાઉસ પ્રોડક્ટ ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.