Ganesh Chaturthi : દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પાના આગમનનો તહેવાર ગણેશ ચતુર્થીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. તેમના ઘરે ગણેશોત્સવની ઉજવણીની તસવીરો જુઓ.
દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાનું સ્વાગત તેમના નિવાસસ્થાન એન્ટિલિયામાં કર્યું હતું.
ગણેશ ચતુર્થીના અવસર પર મનસે પ્રમુખ રાજ ઠાકરે પણ પરિવાર સાથે મુકેશ અંબાણીના ઘરે પહોંચ્યા હતા.
આ પ્રસંગે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ મુલાકાતીઓનું સ્વાગત કર્યું હતું. પીળા અને સોનેરી રંગની ટ્રેડિશનલ સાડીમાં તે સુંદર લાગી રહી હતી.
મહેમાનોમાં મુકેશ અંબાણીના પુત્રો આકાશ અંબાણી અને અનંત અંબાણી હાજર રહ્યા હતા.
ચોમાસાના વિદાયની આગાહી આવી ગઈ, 36 કલાક મેઘરાજા ધોધમાર બેટિંગ કરશે, પછી આ તારીખથી ચોમાસું લેશે વિદાય
નીતા અંબાણીએ પણ પૂજા સ્થળેથી બહાર આવીને પાપારાઝીને શુભેચ્છા પાઠવી હતી.