બે યાર કેટલું મોંઘુ પેટ્રોલ… તમે રાડો પાડતા રહ્યાં અને સરકારે તિજોરી ભરી લીધી, પેટ્રોલ-ડીઝલે કરાવી લાખો-કરોડોની કમાણી

Lok Patrika Desk
Lok Patrika Desk
2 Min Read
Share this Article

ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને PNG પરના ટેક્સથી કરોડોની કમાણી કરી હોવાના સમાચાર છે. આંકડાઓ મુજબ વેટ અને સેસમાંથી રૂ. 38,760 કરોડથી વધુની કમાણી કરી છે. આ અંગે ખુદ રાજ્ય સરકારે વિધાનસભામાં માહિતી આપી છે. આ માહિતી મુજબ 1 જાન્યુઆરી, 2021થી 31 ડિસેમ્બર, 2022 સુધીમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વળતર તરીકે રૂ. 21,672.90 કરોડની સામે કેન્દ્ર પાસેથી રૂ. 4,219 કરોડ મળ્યા છે.

ખાલી CNGમાંથી 376 કરોડની કમાણી થઈ

વિધાનસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ પરના વેટ અને સેસમાંથી 11,870 કરોડ, ડીઝલમાંથી 26,383 કરોડ, PNGમાંથી 128 કરોડ અને CNGમાંથી 376 કરોડની કમાણી કરી છે.

ફેસબૂકે પણ કમર તોડી નાખી, ફરીથી 10,000 લોકોને નોકરીમાંથી કાઢી ઘરભેગા કરી દીધા, 5000ની ભરતી પણ કરી રદ્દ

આજથી 3 દિવસ એકધારો વરસાદ પડશે, હવામાન વિભાગે આ જિલ્લા માટે કરી ધાતક આગાહી, ખેડૂતોનું કરોડોનું નુકસાન

નવો-નવો ધંધો શરૂ કરનાર હજારો વેપારીઓ ડૂબી જશે, લાખો લોકોની નોકરી છીનવાઈ જશે, બેંક ડૂબી એમાં બધું તાણતી ગઈ

આ સાથે તેમણે કહ્યું કે રાજ્ય સરકારે પેટ્રોલ પર 13.7 ટકા વેટ અને 4 ટકા સેસ, 14.9 ટકા વેટ અને ડીઝલ પર 4 ટકા સેસ લાદ્યો છે. વાત કરીએ કોમર્શિયલ પીએનજી પર 15 ટકા અને રિટેલ પીએનજી પર 5 ટકા વેટ લાદવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


Share this Article
Leave a comment