રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. જિયો પાસે પોતાના ગ્રાહકો માટે અનેક પ્રકારના રિચાર્જ પ્લાન છે. દેશમાં 49 કરોડ લોકો જિયોની સેવાનો ઉપયોગ કરે છે, તેથી કંપનીએ પોર્ટફોલિયોને અલગ-અલગ કેટેગરીમાં વહેંચી દીધો છે, જેથી ગ્રાહકોને પ્લાન પસંદ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે. આવામાં તમને સસ્તાથી લઈને મોંઘા અને શોર્ટ ટર્મથી લઈને લોંગ ટર્મ સુધીના પ્લાન મળે છે. જો તમે જિયોના સિમનો ઉપયોગ કરો છો, તો તમારા માટે કામના સમાચાર છે.
રિલાયન્સ જિયો પાસે લાંબી વેલિડિટીવાળા ઘણા રિચાર્જ પ્લાન છે. જો કે ગ્રાહકોને સૌથી વધુ પસંદ હોય તેવા પ્લાન 84 દિવસના પ્લાન છે. જિયોના લિસ્ટમાં કેટલાક પ્લાન પણ છે, જેમાં ફ્રી કોલિંગ અને ઓટીટી એપ્સ પણ લાંબી વેલિડિટી સાથે ઉપલબ્ધ છે. જો તમે નવો રિચાર્જ પ્લાન લેવા જઇ રહ્યા છો, તો અમે તમને જીયોનો એક જોરદાર પ્લાન જણાવવા જઇ રહ્યા છીએ જે 84 દિવસ સુધી ચાલે છે.
જિયોના સસ્તા પ્લાનમાં મળી રહી છે કમાલની ઓફર
રિલાયન્સ જિયો તેના ગ્રાહકોને ૧૦૩૦ રૂપિયાનો પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. જિયોએ આ રિચાર્જ પ્લાનને ટ્રૂ ૫જી પ્લાન ઓફ્ટે રજૂ કર્યો છે. આ પ્લાન સાથે ગ્રાહકોને ઘણા પ્રકારની સુવિધાઓ મળે છે. તેમાં તમને ૮૪ દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવે છે જેમાં તમે કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગ કરી શકો છો. સાથે જ દરેક દિવસ તમને તમામ નેટવર્ક માટે ૧૦૦ ફ્રી એસએમસ પણ આપવામાં આવે છે.
જો તમે વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરો છો તો પણ તમને આ પ્લાન ગમશે. આ પ્લાનમાં કંપની તેના ગ્રાહકોને ડેઈલી ૨જીબી ડેટા ઓફર કરે છે, આ રીતે તમે ૮૪ દિવસમાં કુલ ૧૬૮જીબી ડેટા નો ઉપયોગ કરી શકો છો. ડેઈલી ડેટા લિમિટ પૂરી થયા પછી તમને આ ૬૪કિબિપીયસ ની ઈન્ટરનેટ સ્પિડ મળશે.
અનંત અંબાણીએ પહેરી એવી ઘડિયાળ જે દુનિયામાં માત્ર ત્રણ, કિંમત ૨૨ કરોડ; શું છે એમાં ખાસ?
Bigg Boss 18: નોમિનેશનમાં થયો ઉલટફેર! આ કન્ટેસ્ટન્ટ્સ પર લટકી એલિમિનેશનની તલવાર
વીર સાવરકર વિશે 3 મહત્વની વાતો, જેને વર્ષોથી દેશથી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
ઓટીટી પ્રેમીઓએ લોટરી જીતી
ઓટીટી સ્ટ્રીમિંગ લવર્સ માટે પણ આ રિચાર્જ પ્લાન ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે. આ પ્લાનમાં કંપની તમને એમેઝોન પ્રાઇમ લાઇટનું ફ્રી સબ્સક્રિપ્શન ફ્રીમાં આપે છે. આ રીતે તમે ફ્રી કોલિંગ ડેટાની સાથે લેટેસ્ટ ફિલ્મો અને ટીવી શો વિના મૂલ્યે ફ્રીમાં જોઇ શકો છો. આ સિવાય પ્લાનમાં તમને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવ્યું છે.