Business News: સાયબર ગુનેગારો સોશિયલ મીડિયા પર લોકોને છેતરવા માટે અવનવા પ્લાન કરીને ફ્રોડ કરતા રહે છે. તેમની દરેક પદ્ધતિ અગાઉની પદ્ધતિઓથી સંપૂર્ણપણે અલગ છે, તેથી યુઝર્સ દરેક વખતે છેતરપિંડીનો શિકાર બને છે. આ દિવસોમાં લોકોને વ્હોટ્સએપ પર અવનવી રીતે લાલચ આપીને છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવી રહ્યા છે. કેટલાક સાયબર ગુનેગારો શેરબજારમાં સારું વળતર મેળવવાના બહાને વોટ્સએપ પર લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. જો તમને પણ આવો કોઈ મેસેજ મળી રહ્યો છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે.
રિપોર્ટ અનુસાર કેટલાક સાયબર ગુનેગારો WhatsApp પર ગ્રુપ ઇન્વિટેશન મોકલી રહ્યા છે અને મોટા ફંડ હાઉસ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરી રહ્યા છે. આ લોકો યૂઝર્સને શેરબજારમાંથી મોટી કમાણી કરવાની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. આવો તમને જણાવીએ કે તેઓ કેવા પ્રકારની ઑફર્સ દ્વારા લોકોને છેતરે છે.
વોટ્સએપ ગ્રુપ પર શેરબજારમાંથી સારું રિટર્ન મેળવવાના બહાને આ સાયબર ગુનેગારો યુઝર્સને અલગ-અલગ રીતે છેતરતા હોય છે. જેમાં સ્ટોક ટિપ્સ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે આ ગુનેગારો આ હેતુ માટે બજારમાં મોટા રોકાણકારોના નામનો દુરુપયોગ કરી રહ્યા છે. જેમાં અજય કોચાલિયા અને પોરિંજુ વેલિયાડ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. પરંતુ આ પ્રખ્યાત રોકાણકારો ક્યારેય આવી જાહેર સલાહકાર કંપનીઓ ચલાવતા નથી.
શરૂઆતમાં આ સાયબર ગુનેગારો લોકોને મફતમાં સ્ટોક ટીપ્સ આપે છે. જ્યારે તેમના દ્વારા આપવામાં આવેલી સલાહથી નફો થવા લાગે છે, ત્યારે યુઝર્સ વધુ પૈસા રોકવા માટે તૈયાર થઈ જાય છે. આ ઉપરાંત આ સાયબર ફ્રોડ કરનારાઓ શેરબજારની ટ્રેનિંગ અને કોર્સના નામે પણ લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.
હવે આઈસ્ક્રીમ, કેક અને ચોકલેટના ભાવમાં પણ આવશે તોતિંગ વધારો, જાણો કેટલા પૈસા વધારે ખર્ચવા પડશે
સોનું 1,397 રૂપિયાના ઉછાળા સાથે નવી ટોચે પહોંચ્યું, જ્વેલરી ખરીદનારાને જોઈને જ સંતોષ માનવો પડશે
જો તમને પણ વોટ્સએપ પર આવા મેસેજ આવી રહ્યા છે અથવા પ્રાપ્ત થઈ રહ્યા છે, તો અત્યંત સાવધ રહેવાની જરૂર છે. આવી કોઈ ઓફરની લાલચમાં ન પડો અને તમારા પૈસા બીજા કોઈના હાથમાં ન આપો.