જો તો ખરી કેવા દિવસો આવ્યા, રાત્રે એક વાગ્યે આ અબજોપતિ સાફ સફાઈ કરતો જોવા મળ્યો, ખૂદ જણાવી મજબૂરી

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

આઈવેર બ્રાન્ડ લેન્સકાર્ટના સ્થાપક પિયુષ બંસલ આજે અબજોની સંપત્તિના માલિક છે. પરંતુ તમને પિયુષ બંસલની તસવીર પરથી ખ્યાલ આવી શકે છે કે એક સ્ટાર્ટ-અપના સ્થાપકને પોતાના બિઝનેસને સફળ બનાવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે. આ દિવસોમાં પીયૂષ બંસલ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઈન્ડિયામાં જજ તરીકે જોવા મળે છે. આ શો દરમિયાન તેણે પોતાના જૂના દિવસો યાદ કર્યા. પીયૂષ બંસલે જણાવ્યું કે કેવી રીતે તેણે કો-ફાઉન્ડર્સ, તેની ટીમ અને તેની પત્ની સાથે મળીને સવારે 1 વાગ્યા સુધી લેન્સકાર્ટ સ્ટોરની સફાઈ કરી.  

સિંગાપોરમાં શરૂ કર્યો હતો પહેલો સ્ટોર

લેન્સકાર્ટનો પહેલો સ્ટોર સિંગાપોરમાં ખુલવાનો હતો. સ્ટોર ખોલવાના એક દિવસ પહેલા પિયુષ બંસલે સ્ટોરની સફાઈ કરવી પડી હતી કારણ કે તેની પાસે કામ કરવા માટે બીજું કોઈ ન હતું. પીયૂષ બંસલે કહ્યું કે તેઓ તેમના ગ્રાહકોને એક સારો અનુભવ આપવા માગે છે. જેના કારણે તે પોતે રાત્રે એક વાગ્યે સ્ટોરની સફાઈમાં લાગી ગયો હતો. Lenskart એ લગભગ સાડા ત્રણ વર્ષ પહેલા સિંગાપોરમાં તેનો પહેલો સ્ટોર શરૂ કર્યો હતો.

પિયુષે અનેક સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું

પિયુષ બંસલ હાલમાં શાર્ક ટેન્ક ઈન્ડિયાની સીઝન-2માં જોવા મળે છે. સિઝન-1માં પિયુષે 27 ડીલમાં કુલ રૂ. 8.7 કરોડનું રોકાણ કર્યું હતું. બીજી સિઝન દરમિયાન તેણે છ અઠવાડિયા માટે વિવિધ સ્ટાર્ટ-અપ ડીલમાં રૂ. 9.45 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. બંસલે તાજેતરમાં જ બિઝનેસ ટુડેને ખુલાસો કર્યો હતો કે તે શાર્ક ટેન્કની અમેરિકન સિઝનનો ચાહક હતો. શાર્ક ટેન્ક ઈન્ડિયામાં ભાગ લેવો તેના માટે ખૂબ જ સારો અનુભવ હતો.

ચમત્કાર સિવાય શક્ય જ નથી, ભૂકંપના 149 કલાક બાદ કાટમાળમાંથી માણસને બહાર કાઢ્યો, વીડિયો જોઈ હાજા ગગડી જશે!

હવાતિયા મારીને ઉંધા પડી ગયા પણ ભેગું ના થયું, આજે પણ અદાણી ગૃપની કમર ભાંગી ગઈ, નુકસાનનો આંકડો આસમાને

ધીરેન શાસ્ત્રી પહેલા નાલાયક હતા, આ રીતે એઠી ચા પીધી અને બની ગયા બાગેશ્વરધામની સરકાર, જાણો એવો કયો ચમત્કાર થયો!

તેણે કહ્યું કે હું નવા ઉદ્યોગસાહસિકને મળવાથી જોઈ શકતો હતો કે અમે જે ઝડપે કામ કરતા હતા. નવી પેઢી તદ્દન અલગ રીતે તે ગતિએ કામ કરી રહી છે. હું મારા વ્યવસાયમાં ઘણો નવો પરિપ્રેક્ષ્ય અને અનુભવ લાવવામાં સફળ રહ્યો છું. શાર્ક ટેન્ક ઈન્ડિયા દરમિયાન કેટલાક ઉદ્યોગસાહસિકો સાથેનો વ્યવહાર ઉત્તમ રહ્યો છે.


Share this Article