આ પ્રકારના 12 ટકા લોકો પર વાગી ગઈ ખતરાની ઘંટી, RBI એ 2000ની નોટને લઈ મોટી જાણકારી આપી, ફટાફટ જાણી લો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Business News: હવે ધીમે ધીમે રૂપિયા 2,000ની નોટ(2000 Note) બદલવાનો સમય નજીક આવી રહ્યો છે. જો નોટો સમયસર બેંકમાં જમા અથવા બદલી ન કરવામાં આવે તો તે નોટો અમાન્ય ગણાશે. ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે ચલણમાં રહેલી રૂ. 2,000ની 88 ટકાથી વધુ નોટો બેંકોમાં પાછી આવી છે. એટલે કે હજુ પણ માત્ર 12% નોટો જ બજારમાં હાજર છે. એક નિવેદનમાં, રિઝર્વ બેંકે (Reserve Bank) કહ્યું કે બેંકો પાસેથી મળેલી માહિતી સૂચવે છે કે 31 જુલાઈ સુધી 3.14 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2,000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે. RBIએ 19 મેના રોજ 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ માટે ગ્રાહકોને 30 સપ્ટેમ્બર સુધી આ નોટો બેંકોમાં જમા કરાવવા અથવા બદલવાની સુવિધા આપવામાં આવી છે. આ ક્રમમાં, 31 જુલાઈ સુધી, 3.14 લાખ કરોડ રૂપિયાની 2,000 રૂપિયાની નોટો બેંકોમાં પાછી આવી છે.

હવે માત્ર એટલી જ નોટો બજારમાં છે

હવે 42,000 કરોડ રૂપિયાની માત્ર 2,000 રૂપિયાની નોટો જ ચલણમાં છે. જ્યારે આરબીઆઈ( Reserve Bank Of India) એ આ નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી ત્યારે 3.56 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી. 31 માર્ચના રોજ આ નોટોની કિંમત 3.62 લાખ કરોડ રૂપિયા હતી. બેંકિંગ સિસ્ટમ(Banking System)માં પાછી આવતી રૂ. 2,000ની લગભગ 87 ટકા નોટો બેંક ડિપોઝિટના રૂપમાં આવી હતી, જ્યારે 13 ટકા અન્ય મૂલ્યોની નોટો બદલાઈ હતી, એમ આરબીઆઈએ જણાવ્યું હતું. સેન્ટ્રલ બેંકે લોકોને વિનંતી કરી છે કે તેઓ તેમની પાસે રહેલી રૂ. 2,000ની નોટો સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં જમા કરાવે અથવા કોઈપણ અસુવિધાથી બચવા માટે અન્ય નોટો બદલાવી લે.

પીઆઈએલમાં રિઝર્વ બેંક પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા

અરજીકર્તા રજનીશ ભાસ્કર ગુપ્તાએ દલીલ કરી હતી કે આરબીઆઈ પાસે 2,000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની કોઈ સત્તા નથી અને માત્ર કેન્દ્ર સરકાર જ આ અંગે નિર્ણય લઈ શકે છે. તેમણે તેમની અરજીમાં કહ્યું હતું કે આરબીઆઈ પાસે કોઈપણ મૂલ્યની બેંક નોટોના વિમુદ્રીકરણને નિર્દેશિત કરવાની સ્વતંત્ર સત્તા નથી. આ સત્તા વર્ષ 1934ના આરબીઆઈ એક્ટની કલમ 24(2) હેઠળ કેન્દ્ર સરકાર પાસે જ છે. અરજીનો આરબીઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે ચલણમાંથી રૂ. 2,000ની નોટ પાછી ખેંચવી એ ‘મુદ્રા પ્રબંધન અભિયાન’નો એક ભાગ છે અને તે આર્થિક આયોજનની બાબત છે.

સીમા હૈદર તમારી પાસેથી પણ પૈસા માંગી શકે છે, ટ્રાન્સફર કરતા પહેલા આખો મામલો સમજી લો, નહીંતર ભરાઈ જશો

ગુજરાતમાં લવ મેરેજ માટે માતા-પિતાની પરમિશન ફરજિયાતની ભુપેન્દ્ર પટેલની વાત પર દરેક નેતાનું જોરો-શોરોથી સમર્થન

ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ ખાબકશે? અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, જુલાઈનો રેકોર્ડ તૂટશે કે ઘટશે?

રિઝર્વ બેંકનો નિર્ણય 19 મેના રોજ આવ્યો હતો

આરબીઆઈએ 19 મેના રોજ ચલણમાંથી રૂ. 2,000ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે હાલની નોટો બેંક ખાતામાં જમા કરાવી શકાશે અથવા 30 સપ્ટેમ્બર સુધી બદલી શકાશે. આ પહેલા હાઈકોર્ટે એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.


Share this Article