સપ્તાહના પહેલા કારોબારી દિવસે સ્થાનિક શેર બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 843.67 પોઇન્ટના ઘટાડા સાથે 76,535.24 અને નિફ્ટી 258.8 પોઇન્ટના ઘટાડા સાથે 23,172.70 પર છે. એ જ રીતે શરૂઆતી કારોબારમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 23 પૈસા તૂટીને 86.27ની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) મૂડી બજારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા કારણ કે તેમણે શુક્રવારે રૂ.2,254.68 કરોડના શેર વેચ્યા હતા, એમ કામચલાઉ એક્સચેન્જના ડેટામાં જણાવાયું હતું.
આવી છે માર્કેટની હલચલ
નબળા વૈશ્વિક વલણો અને વિદેશી ભંડોળના આઉટફ્લો વચ્ચે સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી પ્રારંભિક કારોબારમાં ઘટયા હતા. શરૂઆતી કારોબારમાં બીએસઈ સેંસેક્સ 843.67 અંક ઘટીને 76,535.24 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે એનએસઈનો નિફ્ટી 258.8 અંક લપસીને 23,172.70 ના સ્તર પર બંધ થયો છે.
કોને ફાયદો થાય છે અને કોને નુકસાન થાય છે?
સેન્સેક્સના 30 શેરોમાં એશિયન પેઇન્ટ્સ, ઝોમેટો, એમએન્ડએમ, એચડીએફસી બેન્ક, બજાજ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેન્ક અને ટાટા સ્ટીલ ટોપ લૂઝર રહ્યા હતા. ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ અને હિન્દુસ્તાન યુનિલિવરમાં તેજી જોવા મળી હતી.
અન્ય બજારોની સ્થિતિ
એશિયાના અન્ય ભાગોમાં કોરિયાનો કોસ્પી, હોંગકોંગનો હેંગ સેંગ અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ નુકસાન સાથે બંધ રહ્યો હતો. શુક્રવારે અમેરિકી બજાર નેગેટિવ મૂડમાં બંધ થયા છે. આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૬૨ ટકાના વધારા સાથે ૮૧.૦૫ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો છે.
આ ઈવી કંપનીના શેરની જબરદસ્ત લિસ્ટિંગ થઈ શકે છે, 342 ગણું થયું સબ્સ્ક્રાઇબ, જુઓ GMP
પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા કેવી રીતે નજીક આવ્યા? કોણે પહેલા પ્રપોઝ કર્યું?
શરૂઆતના વેપારમાં રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ
નવી દિલ્હી: સતત બીજા સેશનમાં ઘટાડાનો સિલસિલો જારી રાખતાં વૈશ્વિક સ્તરે અસ્થિર સંકેતો વચ્ચે સોમવારે અમેરિકન ડોલર સામે રૂપિયો 27 પૈસાના ઘટાડા સાથે 86.31ની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટરબેન્ક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 86.12ની સપાટીએ ખૂલ્યો હતો. પ્રારંભિક સોદાઓ પછી, તે ડોલર સામે 86.31 ની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો હતો, જે તેના પાછલા બંધ કરતા 27 પૈસાનો તીવ્ર ઘટાડો છે.