Cricket News: જસપ્રીત બુમરાહે ભારતીય ટીમને T-20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતાડવામાં મોટો ફાળો આપ્યો હતો. તેણે ટુર્નામેન્ટમાં 8.27ની એવરેજથી 15 વિકેટ લીધી હતી અને માત્ર 4.18ની ઈકોનોમીથી રન ખર્ચ્યા હતા. આ શાનદાર પ્રદર્શન માટે બુમરાહને ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. હવે વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાની નિવૃત્તિ બાદ બુમરાહે તેની નિવૃત્તિ વિશે વાત કરી.
તમને જણાવી દઈએ કે 2024માં T20 ચેમ્પિયન બનતાની સાથે જ વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. આ પછી રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ એક દિવસ બાદ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ T20 ઈન્ટરનેશનલને અલવિદા કહી દીધું. હવે 30 વર્ષીય બુમરાહે પણ નિવૃત્તિની વાત કરી છે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આયોજિત સન્માન સમારોહમાં બુમરાહે નિવૃત્તિ વિશે કહ્યું, “હજી તો લાંબી મજલ બાકી છે. મેં હમણાં જ શરૂઆત કરી છે. મને આશા છે કે તે હજુ દૂર છે.” બુમરાહે સ્પષ્ટ કર્યું છે કે તેનો અત્યારે કોઈપણ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી.
કોહલીએ બુમરાહના જોરદાર વખાણ કર્યા
વિરાટ કોહલીએ સન્માન સમારોહમાં જસપ્રીત બુમરાહના ખૂબ વખાણ કર્યા હતા. તેણે બુમરાહને રાષ્ટ્રીય ખજાનો અને વિશ્વની 8મી અજાયબી ગણાવી હતી. કોહલીએ કહ્યું કે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 30 બોલમાં 30 રનની જરૂર હતી, ત્યારે બુમરાહના શાનદાર પ્રદર્શને ભારતને જીત અપાવી.
બુમરાહની આંતરરાષ્ટ્રીય કરિયર અત્યાર સુધી આવી રહી છે
જો હજુ પણ પાણી વધુ ઘટશે તો દેશમાં અશાંતિ ફેલાશે, વિકાસને લાગશે મોટી બ્રેક, નવા અહેવાલમાં ખતરનાક દાવો
‘હું સુર્પણખા છું, મેં મારા પિતાનું નાક કપાવ્યું’, સોનાક્ષી સિંહાએ કેમ કહી આવી વાત? જાણો આખો મામલો
જો ગૂગલ પર આટલી વસ્તુ સર્ચ કરશો તો પોલીસ ડંડે-ડંડે સ્વાગત કરશે! ખબર ના હોય તો જાણી લો
નોંધનીય છે કે બુમરાહ એવો ખેલાડી છે જેણે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યા છે. અત્યાર સુધીમાં તે 36 ટેસ્ટ, 89 વનડે અને 70 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. તેણે ટેસ્ટમાં 159 વિકેટ, વનડેમાં 149 વિકેટ અને T20 ઈન્ટરનેશનલમાં 89 વિકેટ લીધી છે. તેણે જાન્યુઆરી 2016માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં બુમરાહ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો મુખ્ય ઝડપી બોલર છે.