Champions Trophy 2025: ભારત ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી 1-3થી હારી ચૂક્યું છે અને હવે ટીમની નજર વ્હાઈટ બોલ ક્રિકેટ પર છે. ભારત ઈંગ્લેન્ડ સામે તારીખ 22મી જાન્યુઆરીથી શરુ થઈ રહેલી પાંચ ટી-20ની શ્રેણી રમશે, જે પછી ત્રણ વન ડેની શ્રેણીનું આયોજન થશે. આ વન ડે મેચો ભારતને તારીખ 19મી ફેબુ્રઆરીથી શરુ થઈ રહેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી માટે મદદ કરશે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો કાર્યક્રમ
ભારત પોતાની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો દુબઈમાં રમશે. ટીમની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે છે, જ્યારે ભારત 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે ટકરાશે. ભારતની છેલ્લી લીગ મેચ 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે છે. જો ભારત નોકઆઉટમાં પ્રવેશ મેળવશે તો તેની સેમિ ફાઈનલ મેચ તારીખ 4 માર્ચે દુબઈમાં યોજાશે અને ફાઈનલ તારીખ 9મી માર્ચે રમાશે.
બુમરાહ બની શકે છે વાઇસ કેપ્ટન
ભારત 12 જાન્યુઆરી સુધીમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી શકે છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર, જો ફિટનેસની કોઈ મોટી સમસ્યા ન હોય તો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ રોહિત શર્માનો વાઇસ કેપ્ટન હશે. તાજેતરમાં પૂરા થયેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં બુમરાહે પ્રથમ અને પાંચમી ટેસ્ટમાં ભારતની કેપ્ટન્સી સંભાળી હતી.
શું અય્યર, હાર્દિક અને અર્શદીપ પાછા ફરશે?
શુબમન ગીલ અને હાર્દિક પંડયા પણ ભૂતકાળમાં રોહિત શર્માના વાઈસ કેપ્ટન રહી ચૂક્યા છે. હાર્દિક પંડ્યા 2023 વનડે વર્લ્ડકપમાં રોહિતનો વાઇસ કેપ્ટન હતો પરંતુ ઇજાના કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો હતો. ભારતના વ્હાઈટ બોલના રેગ્યુલર શ્રેયસ અય્યર, હાર્દિક અને અર્શદીપ સિંઘને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સામેલ કરવાની લગભગ પુષ્ટિ થઈ ચૂકી છે.
એલન મસ્ક અને બ્રિટિશ સરકાર વચ્ચે ટકરાવ, ‘પાકિસ્તાની રેપ ગેંગ્સ’ મુદ્દે શા માટે વિવાદ?
ચીનમાં તબાહી મચાવનાર HMPV વાયરસનો પહેલો કેસ ભારતમાં જોવા મળ્યો, 8 મહિનાનું બાળક સંક્રમિત
આજે PM મોદી દેશને ઘણી મોટી ભેટ આપવા જઈ રહ્યા છે, સામાન્ય લોકોને મળશે મોટો ફાયદો.
શમીની પસંદગી પર સવાલ
તે જોવું રસપ્રદ રહેશે કે મોહમ્મદ શમીની પસંદગી થાય છે કે નહીં. ફિટનેસને કારણે તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસે લઈ જવામાં આવ્યો નથી. આ દરમિયાન શમી ડોમેસ્ટિક ક્રિકેટમાં બંગાળ તરફથી રમ્યો હતો અને તેણે પોતાની ફિટનેસને સાબિત કરી હતી. બુમરાહ ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદગી પામેલા તમામ ખેલાડીઓ ઇંગ્લેન્ડ સામે અનુક્રમે 6, 9 અને 12 ફેબુ્રઆરીએ નાગપુર, કટક અને અમદાવાદમાં યોજાનારી ત્રણ વન-ડેમાં પણ રમી શકે છે.