Cricket News: ઈંગ્લેન્ડ સામે ધર્મશાળામાં રમાઈ રહેલી મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી. પ્રથમ દાવમાં ટીમને મોટા સ્કોર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવનાર આ દિગ્ગજ ખેલાડી વિશે મેચના ત્રીજા દિવસે મોટા સમાચાર સામે આવ્યા હતા. ભારતનો પ્રથમ દાવ 477 રન પર સિમિત રહ્યો હતો અને ઈંગ્લેન્ડને 259 રનની લીડ મળી હતી. જ્યારે ઈંગ્લેન્ડ બીજા દાવમાં બેટિંગ કરવા આવ્યું ત્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા મેદાન પર નહોતો.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ધર્મશાળામાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ મેચ હાર્યા બાદ યુવા ટીમ સાથે રમીને જોરદાર વાપસી કરી અને સતત ત્રણ મેચ જીતીને શ્રેણી પર કબજો કર્યો. છેલ્લી મેચમાં જીતવા માટે ચોગ્ગા ફટકારવાના ઈરાદા સાથે આવેલી ટીમ ઈન્ડિયા માટે કેપ્ટને શાનદાર ઓપનિંગ કરી અને સદી ફટકારી. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 218 રન બનાવ્યા હતા જ્યારે ભારતનો પ્રથમ દાવ 477 રન પર જ સમેટાઈ ગયો હતો.
BCCIએ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને લઈને એક મોટું અપડેટ શેર કર્યું છે. ભારતનો પ્રથમ દાવ ખતમ થયા બાદ ટીમ ઈન્ડિયા જ્યારે ફિલ્ડિંગ કરવા મેદાનમાં આવી ત્યારે કેપ્ટન રોહિત શર્મા તેની સાથે નહોતો. તેના વિશે માહિતી આપતાં BCCIએ કહ્યું કે તે મેચના ત્રીજા દિવસે મેદાનમાં આવ્યો ન હતો કારણ કે તે સંપૂર્ણ રીતે ફિટ નહોતો.
માવઠાંનો માર સહન કર્યા બાદ ગુજરાતીઓ હવે ગરમીમાં શેકાશે, હવામાન વિભાગે કરી 5 દિવસની આગાહી
અયોધ્યાના આ મંદિરમાં ખુલ્લા પડી જાય છે હરેક રાઝ, ખોટુ બોલશો તો ધનોત-પનોત નીકળી જશે!
સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિતી શેર કરતી વખતે, BCCIએ લખ્યું, રોહિત શર્મા મેચના ત્રીજા દિવસે ટીમના બાકીના ખેલાડીઓ સાથે ફિલ્ડિંગ માટે પહોંચ્યો ન હતો. તે તેની પીઠ જકડાઈ જવાથી પીડાઈ રહ્યો છે. આ કારણોસર તે મેદાન પર આવી શક્યો ન હતો.