હાર્દિક પંડ્યાને મળ્યો આરામ, તો કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? 3 ખેલાડીઓ રેસમાં સૌથી આગળ

Desk Editor
By Desk Editor
Share this Article

ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. ટેસ્ટ શ્રેણી બાદ બ્લૂ આર્મી આયર્લેન્ડના પ્રવાસે જશે. અહીં ટીમને 3 ટી20 સીરીઝ રમવાની છે. પરંતુ તે પહેલા ભારતીય ટીમને વેસ્ટઇન્ડીઝ સામે 3 ટી20 અને 3 વનડે સીરીઝ રમવાની છે. વન ડેમાં રોહિત શર્મા ટીમનું સુકાન સંભાળશે, જ્યારે ટી-20માં જવાબદારી સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાના હાથમાં રહેશે. પરંતુ હાર્દિકને આયરલેન્ડ સીરીઝ માટે આરામ આપવામાં આવી શકે છે. હવે સવાલ એ છે કે હાર્દિકની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કોણ કરશે.

 

આ લિસ્ટમાં પહેલું નામ સૂર્યકુમાર યાદવનું છે. જોકે સૂર્યાએ ટી-20 ટીમની કેપ્ટનશીપ કરી નથી, પરંતુ આઈપીએલ 2023માં તેણે મુંબઈ ઈન્ડિયન્સનું સુકાન સંભાળ્યું છે. સ્કાય ટી-20 ટીમનો વાઇસ કેપ્ટન છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં તેને ટી-20 ટીમની કમાન સોંપવામાં આવી શકે છે.

સૂર્યકુમારે પોતાની ટી-20 કારકિર્દીમાં સદી ફટકારી છે. જેના કારણે તેને વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં પણ તક આપવામાં આવી હતી. પણ અહીં સ્કાયનું બેટ કામ કરી શક્યું નહતુ. એશિયા કપમાં તેની પસંદગી થાય તો હાર્દિકની સાથે સૂર્યાને પણ આરામ આપવામાં આવી શકે છે.

 

 

ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ બીજા સ્થાને છે, જેના પરથી હાલમાં જ સારા સમાચાર જોવા મળ્યા છે. પીઠની સમસ્યાના કારણે તે લગભગ એક વર્ષથી ક્રિકેટથી દૂર છે. પરંતુ હવે તે નેટ્સમાં બોલિંગ કરતો જોવા મળ્યો છે. જે બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તે આયરલેન્ડ પ્રવાસ પર ટીમમાં સામેલ થાય તેવી શક્યતા છે.

જ્યાં સુધી કેપ્ટન્સીની વાત છે, તો બુમરાહ પાસે ટીમને સંભાળવાનો ખાસ અનુભવ નથી. જોકે તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની સાથે છે અને ગત વર્ષે સાઉથ આફ્રિકા સામેની શ્રેણી દરમિયાન ટીમનો વાઈસ કેપ્ટન હતો. તે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પણ ટીમની કેપ્ટનશિપ કરી ચૂક્યો છે.

 

 

ત્રીજું નામ છે આઇપીએલ સ્ટાર રુતુરાજ ગાયકવાડ. બીસીસીઆઈએ આ યુવા ખેલાડી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 26 વર્ષીય ગાયકવાડ ટીમને સારી રીતે સમજે છે. એશિયન ગેમ્સ માટે ઋતુરાજને શિખર ધવન જેવા અનુભવી ખેલાડીને બાદ કરતાં ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી છે.

 

વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા આ મંદિરનું રહસ્ય, આ મંદિર  1000 વર્ષથી પાયા વગર ઊભું છે.

2025 સુધી આ 3 રાશિઓ હવામાં જ ઉડશે, એટલા પૈસા કમાશે કે ઘરમાં જગ્યા નહીં રહે, જાણો કેમ??

‘મારો કેસ સીમા હૈદર જેવો નથી, હું 2 દિવસમાં પરત આવીશ’, પ્રેમમાં પાકિસ્તાન પહોંચેલી અંજુ સાથે વાતચીતમાં ખુલાસો

 

રૂતુરાજ ગાયકવાડે આઈપીએલ 2023 માં સારી બેટિંગ કરી હતી. જેના કારણે તેને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે આયર્લેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં રમશે તેમ મનાય છે. જેનું કારણ શુબમન ગિલ છે. શુબમન ગિલ ટીમ ઇન્ડિયા માટે સતત મેચ રમી રહ્યો છે. જો તેને આરામ આપવામાં આવશે તો ઋતુરાજ આયર્લેન્ડ સામે ટકરાશે.

 

 


Share this Article