Cricket News: દિગ્ગજ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ IPL પછી પોતાની ભવિષ્યની યોજનાઓ નક્કી કરી લીધી છે. આઈપીએલમાંથી નિવૃત્તિ બાદ તે આર્મીમાં સેવા આપવા માંગે છે. તેણે એક કાર્યક્રમમાં આ વાત કહી. જ્યારે એક પ્રશંસકે તેને પૂછ્યું કે ક્રિકેટ પછી તેની યોજના શું છે, તો ધોનીએ જવાબ આપ્યો, ‘મેં હજી આ વિશે વધુ વિચાર્યું નથી. હું અત્યારે ક્રિકેટ રમી રહ્યો છું.
ક્રિકેટ પછી હું શું કરીશ તે જાણવું મારા માટે પણ ખરેખર રસપ્રદ રહેશે. પણ એક વાત લગભગ નક્કી છે. હું સેના સાથે થોડો વધુ સમય વિતાવવા માંગુ છું. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં હું આ કરી શક્યો નથી.નોંધનીય છે કે એમએસ ધોનીને વર્ષ 2011માં ભારતીય સેના દ્વારા લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદવી એનાયત કરવામાં આવ્યું હતું. તે પેરાશૂટ રેજિમેન્ટમાં લેફ્ટનન્ટ કર્નલ છે. છેલ્લા એક દાયકામાં તે અનેક પ્રસંગોએ આર્મી ડ્રેસમાં અલગ-અલગ સ્થળોની મુલાકાત લેતો જોવા મળ્યો છે.
ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, સીધો 39 રૂપિયા સસ્તો થયો, નવા વર્ષ પહેલા મળી ભેટ
હવામાન વિભાગની નવી આગાહી ખાસ જાણી લેજો, 48 કલાકમાં ગુજરાતનો પારો ગગડશે, સ્વેટર-ધાબળા તૈયાર રાખજો
IPLમાં ધોનીનો ચાર્મ યથાવત
એમએસ ધોની 42 વર્ષનો થઈ ગયો છે. વર્ષ 2019માં તેણે છેલ્લે ભારતીય ટીમની જર્સીમાં ક્રિકેટ રમી હતી. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તે IPLમાં જ છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે અને ગત સિઝનમાં તેણે ફરી એકવાર પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી. છેલ્લી IPL સિઝનમાં પણ તેણે ક્રમમાં નીચે આવતાં શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. આ ઉંમરે પણ તે બેટિંગ અને કેપ્ટનશિપના મામલે અન્ય ખેલાડીઓને ખૂબ પાછળ છોડી રહ્યો છે. આ જ કારણ છે કે અત્યાર સુધી તેણે ક્રિકેટમાંથી સંપૂર્ણપણે સંન્યાસ લીધો નથી. તે IPL 2024માં ચેન્નાઈની ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે.