Cricket News: IPL 2024 ની 55મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. હાર્દિક પંડ્યાની શાનદાર બોલિંગ અને સૂર્યકુમાર યાદવની સદીની ઇનિંગના કારણે મુંબઈએ હૈદરાબાદ સામે આ મેચ જીતી લીધી હતી. આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની આ ચોથી જીત હતી. આ જીત બાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોહિત શર્મા ડ્રેસિંગ રૂમમાં રડતો જોવા મળી રહ્યો છે.
ડ્રેસિંગ રૂમમાં રોહિત શર્માના આંસુ સરી પડ્યાં
આ જીત બાદ પણ મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા માટે ખુશીનો કોઈ મોકો નહોતો. વાનખેડે સ્ટેડિયમમાં ઇનિંગની શરૂઆત કરતા તે માત્ર 4 રન બનાવી શક્યો હતો અને પેટ કમિન્સનો એકમાત્ર શિકાર બન્યો હતો. પેવેલિયનમાં જતી વખતે રોહિતનું માથું નમ્યું હતું. આ પછી રોહિત શર્માની એક નાનકડી ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેને જોઈને કેટલાક લોકોને લાગ્યું કે તે ખૂબ જ નિરાશ છે. કેટલાકે એવો પણ દાવો કર્યો હતો કે તેઓ રડી રહ્યા હતા.
Rohit Sharma crying in the dressing room. pic.twitter.com/GRU5uF3fpc
— Gaurav (@Melbourne__82) May 6, 2024
આ નાનકડા વિડિયો પરથી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે રોહિત ખરેખર રડી રહ્યો હતો કે પછી કોઈ અન્ય પ્રકારની લાગણી બતાવી રહ્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર યુઝર્સે તરત જ તેની ચર્ચા શરૂ કરી અને અનુમાન કરવાનું શરૂ કર્યું કે તેની “પ્રતિક્રિયા” મુંબઈ ઇન્ડિયન્સના ખરાબ ફોર્મ સાથે સંબંધિત હતી.
પત્નીની સંપત્તિ પર પતિનો કોઈ જ અધિકાર નથી… ‘સ્ત્રીધન’ પર સુપ્રીમ કોર્ટની 5 વાતો તમારે જાણવી જોઈએ
WhatsApp એ કહ્યું ‘ તો અમે ભારત છોડીને ચાલ્યા જઈશું’, સરકારી નિયમોમાં કહેવામાં આવ્યું છે આવું-આવું!
બધા સવાલોનું સુરસુરિયું: EVM દ્વારા જ થશે મતદાન, સુપ્રીમ કોર્ટે બધી અરજીઓ ફગાવી દીધી
IPL 2024માં રોહિત શર્માનું પ્રદર્શન
રોહિત શર્માની આ સિઝન સારી ચાલી રહી નથી. તેના બેટમાંથી રન નથી આવી રહ્યા. રોહિતે IPL 2024માં 12 મેચ રમી છે. અત્યાર સુધી રમાયેલી મેચોમાં પાંચ મેચ એવી છે જેમાં રોહિત શર્મા ડબલ ફિગર પણ પાર કરી શક્યો નથી. ત્રણ મેચમાં 30 રનનો સ્કોર પાર થઈ ગયો છે. પરંતુ અત્યાર સુધી તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેણે 63 બોલમાં અણનમ 105 રન બનાવ્યા હતા, જેમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.