cricket news: ક્રિકેટના ઈતિહાસમાં કોઈ ટ્રાન્સજેન્ડર મહિલા ઈન્ટરનેશનલ લેવલ પર રમતી જોવા મળશે. આ ખેલાડી કેનેડાની મહિલા ટીમનું પ્રતિનિધિત્વ કરશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે જ્યારે કોઈ ટ્રાન્સજેન્ડર મહિલા આંતરરાષ્ટ્રીય મેચ રમશે.
ડેનિયલ મેકગી મેદાનમાં ઉતરતાની સાથે જ ક્રિકેટ ઈતિહાસમાં મોટો બદલાવ આવશે. તે પહેલીવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમનારી પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા હશે. ડેનિયલ મેકગી એકમાત્ર ટ્રાન્સજેન્ડર મહિલા છે જે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. તેને કેનેડાની ટીમે તક આપી છે. ICCએ આ વાતની પુષ્ટિ કરી છે.
ખરેખર તો તે છોકરામાંથી છોકરી બની ગઈ છે. ICCએ કહ્યું કે ડેનિયલે ‘મેલ ટુ ફીમેલ’ના માપદંડને પૂરા કર્યા છે. ડેનિયલ મૂળ ઓસ્ટ્રેલિયાની છે, જે ઘણા સમય પહેલા કેનેડામાં સ્થાયી થઈ હતી. હવે તે કેનેડા માટે જ રમે છે.
ડેનિયલ 2020 માં પુરુષમાંથી સ્ત્રીમાં સંક્રમિત થઈ. પછી થોડા મહિનાઓ વીતી ગયા પછી, તે 2021 માં તબીબી સંક્રમણ તરીકે મહિલા બની. ડેનિયલે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા તરીકે રમવું તેના માટે સન્માનની વાત છે. તેણે યુએસ વુમન્સ ચેમ્પિયનશિપમાં કેનેડા માટે 4 મેચ રમી હતી. જોકે તે ટુર્નામેન્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો નથી.