Cricket News: ટી20નો સ્ટાર કહેવાતો ક્રિકેટર હાર્દિક પંડ્યા આ દિવસોમાં પોતાની ખરાબ કેપ્ટન્સી અને રમતના કારણે લોકોના નિશાના પર છે. IPL 2024માં અત્યાર સુધી પાંચ વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે, તેથી જ લોકો હવે પંડ્યા અને તેની ટીમના ખરાબ પ્રદર્શન માટે સોશિયલ મીડિયા પર શ્રીમતી પંડ્યા એટલે કે નતાશા સ્ટેનકોવિકને દોષી ઠેરવી રહ્યાં છે અને તેને જોરદાર ટ્રોલ કરી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે IPL 2024ની શરૂઆત પહેલા જ હાર્દિક પંડ્યા વિવાદોમાં રહ્યો હતો. આ IPLમાં હાર્દિકની મુંબઈની ટીમમાં વાપસી થઈ હતી અને તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જેના કારણે રોહિતના ફેન્સમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પહેલેથી જ ફેન્સ ગુસ્સામાં હતા. તેના ઉપર IPL 2024 ની પ્રથમ બે મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે જે રીતે પ્રદર્શન કર્યું તેનાથી હાર્દિક પ્રત્યે લોકોનો ગુસ્સો વધી ગયો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 278 રનનો ટાર્ગેટ પૂરો કરતી વખતે હાર્દિક પંડ્યા અને તેની ટીમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ, જેના પછી લોકોએ પંડ્યાની પત્નીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું.
બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને 31 રનથી હરાવ્યું હતું. આ મેચમાં હાર્દિક પંડ્યાએ પોતે એક વિકેટ લીધી હતી અને 24 રન બનાવ્યા હતા, પરંતુ તે જે પ્રકારનો ખેલાડી છે, તેનાથી વધુ તેની પાસેથી અપેક્ષા રાખવામાં આવી હતી અને તેથી જ લોકો હાર્દિક અને તેની પત્ની વિશે ખરાબ બોલવા લાગ્યા. કેટલાક લોકોએ નતાશાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કરી દીધું. એકે લખ્યું, ‘તમારો પતિ નકામો છે, કારણ તમે છો.’ તો એકે લખ્યું કે ‘તમે હાર્દિકને બગાડી નાખ્યો છે’.
તમને જણાવી દઈએ કે નતાશા અને હાર્દિકની પહેલી મુલાકાત એક નાઈટ ક્લબમાં થઈ હતી અને આ કપલે બે વાર લગ્ન કર્યા છે. પહેલા લગ્ન ઉતાવળમાં કરવામાં આવ્યા હતા પરંતુ બીજા લગ્ન હાર્દિક અને નતાશાએ 14 ફેબ્રુઆરી 2023ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં શાહી અંદાજમાં કર્યા હતા. જ્યારે હાર્દિકે પહેલીવાર લગ્ન કર્યા ત્યારે નતાશા પ્રેગ્નન્ટ હતી અને તેથી જ હાર્દિક અને નતાશાને ઉતાવળમાં લગ્ન કરવા પડ્યા હતા. હાર્દિક પણ તે સમયે અચાનક પોતાના સંબંધોને જાહેર કરવાને કારણે લોકોના નિશાના પર આવ્યો હતો.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
તમને જણાવી દઈએ કે મૂળ સર્બિયાની નતાશા એક મોડલ અને ડાન્સર છે, તે એક બ્રિલિયન્ટ બેલે ડાન્સર છે અને લોકો તેને બોલિવૂડની હોટ આઈટમ ડાન્સર તરીકે ઓળખે છે. ફિલ્મ ‘સત્યાગ્રહ’ના આઈટમ નંબર ‘હમારી અત્રિયા’થી તેને ઓળખ મળી હતી. આ પછી તે ‘બિગ બોસ સીઝન-8’માં જોવા મળી હતી. પરંતુ તેને ખરી લોકપ્રિયતા પ્રખ્યાત રેપર બાદશાહના રેપ ગીત ‘ડીજે વાલે બાબુ’થી મળી, તે આજે પણ ડીજે ગર્લ તરીકે ઓળખાય છે.