Ind vs Aus 3rd Test Brisbane Weather Forecast : ભારતીય ક્રિકેટ ટીમ માટે મુશ્કેલીઓ ઓછી થવાની નથી. ટીમ ઈન્ડિયાની સતત ત્રીજી ડબલ્યુટીસી ફાઈનલમાં પ્રવેશવાની આશા પર પાણી ફરી વળી શકે છે. જો ભારત સીધું જ ડબલ્યુટીસીની ફાઈનલમાં પ્રવેશવા માગતું હોય તો તેણે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં 4-1 કે 3-1ના માર્જિનથી જીતવું પડશે. પણ હાલ એવું લાગતું નથી. કારણ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. બંને ટીમો વચ્ચે શનિવાર (14 ડિસેમ્બર)થી બ્રિસ્બેનના ગાબ્બા ખાતે ટકરાવાની છે. જો આ ટેસ્ટ વરસાદમાં ધોવાઈ જાય તો ભારતીય ટીમ માટે ડબલ્યુટીસી ફાઈનલનો રસ્તો વધુ મુશ્કેલ બની રહેશે. હાલ બંને ટીમો શ્રેણીમાં એક-એક મેચ જીતવા પર બરોબરી પર છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતનો 295 રનથી વિજય થયો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાએ વળતો હૂમલો કરતાં ડે-નાઈટ ટેસ્ટમાં ભારતને 10 વિકેટથી હરાવ્યું હતુ.
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ત્રીજી ટેસ્ટ માટે પોતાની પ્લેઈંગ ઈલેવન ઉપરાંત હવામાન પર પણ નજર રાખી રહી છે. હવામાન અનુસાર તેઓ પોતાની અંતિમ ઇલેવનની પસંદગી કરશે. ઝડપી બોલરોને વાદળછાયા વાતાવરણ અને રસદાર વિકેટો પર વધારાનો બાઉન્સ મળે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. બંને ટીમોના ફાસ્ટ બોલરો આ સ્થિતિમાં બેટ્સમેનો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. મેચ દરમિયાન આકાશમાં વાદળો છવાયેલા રહે છે અને વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ બ્યૂરો ઓફ મિટિયોરોલોજીના જણાવ્યા પ્રમાણે 14 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના છે.
ભારત-ઓસ્ટ્રેલિયા બ્રિસબેન ટેસ્ટમાં પ્રથમ દિવસે વરસાદની 50 ટકા શક્યતા
ઓસ્ટ્રેલિયન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેચના પહેલા અને છેલ્લા દિવસે બ્રિસબેનમાં વરસાદની 50 ટકા સંભાવના છે, જ્યારે પાંચમા અને છેલ્લા દિવસે વરસાદની 40 ટકા સંભાવના છે. મેચના પાંચમાંથી ચાર દિવસ વરસાદમાં વિઘ્ન નાંખશે તેમ મનાય છે. જે ભારત માટે ચિંતાનો વિષય છે. મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ત્રીજા દિવસે 30 ડિગ્રી સેલ્સિયસ અને ચોથા દિવસે 30 ટકા રહેવાની સંભાવના છે.
હિંદુ મહિલાઓને તેમના પતિની સંપત્તિ પર કેટલો અધિકાર છે? સુપ્રીમ કોર્ટની મોટી બેંચ નિર્ણય કરશે
ભારત માટે કોઈ પણ ભોગે ગાબ્બા ટેસ્ટ જીતવી જરુરી છે.
ભારત માટે ડબલ્યુટીસી ફાઈનલની રેસમાં ટકી રહેવા માટે બ્રિસબેન ટેસ્ટ જીતવી જરુરી છે. આ પીચથી ફાસ્ટ બોલરોને વધુ મદદ મળશે તેમ મનાય છે. ભારતે તેના આખરી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 2020-21માં ગાબ્બા ટેસ્ટમાં ઐતિહાસિક જીત નોંધાવી હતી. તે સમયે ભારત જાન્યુઆરીમાં અહીં ટેસ્ટ મેચ રમ્યું હતું, જ્યારે હજુ ઓસ્ટ્રેલિયામાં ઉનાળાની સિઝન શરુ થઈ નથી. ત્યારબાદ ભારતે અહીં એક વેર એન્ડ ટીયર વિકેટ પર ટેસ્ટ રમી હતી કારણ કે ભારત પહેલા આ વિકેટ પર શેફિલ્ડ શિલ્ડની મેચો રમાતી હતી. પીચ ક્યુરેટરના મતે આ પીચ તાજી છે અને વિકેટને સારો બાઉન્સ મળશે તેમ મનાય છે.