Cricket News: વિરાટ કોહલીએ IPLમાં પોતાની ટીમ RCB માટે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ એવા સમયે આવ્યો છે જ્યારે ઘણા ક્રિકેટ એક્સપર્ટ અને ફેન્સ પણ વિરાટને ધીમો બેટ્સમેન કહીને ભારતીય T20 ટીમમાંથી બહાર કરવાની સલાહ આપી રહ્યા છે. વિરાટ કોહલીએ આ રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ દરમિયાન બનાવ્યો હતો.
વિરાટ કોહલીએ શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 36માં બોલ પર પોતાની અડધી સદી પૂરી કરી, જેમાં 3 સિક્સ સામેલ હતી. આ સાથે વિરાટ કોહલીએ RCB માટે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો. વિરાટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 241 સિક્સર ફટકારી છે. યોગાનુયોગ આઈપીએલમાં આ તેની 240મી મેચ છે. વિરાટ આઈપીએલમાં RCB સિવાય અન્ય કોઈ ટીમ તરફથી રમ્યો નથી.
વિરાટ કોહલી પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો. વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેઈલે RCB માટે 239 સિક્સર ફટકારી છે. આ યાદીમાં એબી ડી વિલિયર્સ 238 છગ્ગા સાથે ત્રીજા સ્થાને છે.
જો આઈપીએલમાં એકંદરે સૌથી વધુ સિક્સર ફટકારવાની વાત કરીએ તો આ રેકોર્ડ હજુ પણ ક્રિસ ગેલના નામે છે. ગેલે આઈપીએલમાં કુલ 142 મેચ રમીને 357 સિક્સર ફટકારી છે. રોહિત શર્માએ અત્યાર સુધીમાં 261 સિક્સર ફટકારી છે. તેમના પછી અનુક્રમે એબી ડી વિલિયર્સ (251), વિરાટ કોહલી (241) અને એમએસ ધોની (239)નું નામ આવે છે.
તમને જણાવી દઈએ કે કોહલી સિવાય ચારેય ક્રિકેટરોએ એકથી વધુ ટીમો માટે મેચ રમી છે. ક્રિસ ગેલે કોલકાતા, પંજાબ અને બેંગ્લોર માટે મેચ રમી છે. રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ પહેલા ડેક્કન ચાર્જર્સ તરફથી રમતા હતા. સીએસકે ઉપરાંત એમએસ ધોની રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ તરફથી રમી ચૂક્યો છે.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
IPLમાં 7000થી વધુ રન બનાવનાર વિરાટ કોહલી એકમાત્ર ક્રિકેટર છે. તે આઈપીએલમાં અત્યાર સુધીમાં 240 મેચ રમી ચૂક્યો છે. વિરાટે આ મેચોમાં 7 સદીની મદદથી 7400થી વધુ રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 113 છે.