Cricket News: ટેસ્ટ અને વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટો શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે છે. જ્યારે મુરલીધરને ટેસ્ટમાં સૌથી વધુ 800 આઉટ કર્યા છે, તો તેણે ODIમાં 534 બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કયા બોલરે સૌથી વધુ વિકેટ લીધી છે? આ બોલરનું નામ છે વિલ્ફ્રેડ રોડ્સ. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્લો લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ સ્પિનરે તેની 32 વર્ષની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીમાં 4000થી વધુ વિકેટો લીધી હતી. રોડ્સ આ ફોર્મેટમાં ચાર હજારના આંકડાને સ્પર્શનાર એકમાત્ર બોલર હતો.
1898માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની શરૂઆત કરનાર વિલ્ફ્રેડ રોડ્સ 1930 સુધી ક્રિકેટ રમ્યા હતા. તેણે 1110 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં સૌથી વધુ 4204 વિકેટ લીધી હતી, જેમાં 287 વખત એક ઇનિંગમાં 5 વિકેટ સામેલ હતી, જ્યારે તેણે મેચમાં 68 વખત 10 વિકેટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન વિલ્ફ્રેડે 185742 બોલ ફેંક્યા જેમાં તેણે 70322 રન આપ્યા. વિલ્ફ્રેડ પછી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ઈંગ્લેન્ડનો લેગ બ્રેક બોલર આલ્ફ્રેડ પર્સી ફ્રીમેન બીજા ક્રમે છે.
ફ્રીમેને 386 વખત 5 વિકેટ ઝડપી હતી
આલ્ફ્રેડ પર્સી ફ્રીમેને 592 ફર્સ્ટ ક્લાસ મેચોમાં કુલ 3776 વિકેટ લીધી, જેમાં તેણે 386 વખત 5 વિકેટ લીધી અને 140 મેચમાં 10 વિકેટ લીધી. આ સમયગાળા દરમિયાન ફ્રીમેને 154658 બોલ ફેંક્યા જેમાં 69577 રન આપ્યાં. તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ ઇનિંગ્સમાં 53 રનમાં 10 વિકેટ હતી. 5 ફૂટ 2 ઈંચ ઊંચા આ ભૂતપૂર્વ બોલરે 1914માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જ્યારે તે છેલ્લે 1936માં ક્રિકેટના મેદાન પર જોવા મળ્યો હતો.
કોંગ્રેસ અને ગઠબંધન શોભાના ગાંઠિયા સમાન રહી ગયા, બધા જ સર્વેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો!
ટોપ 5માં ઈંગ્લેન્ડના બોલરોનો દબદબો
આ યાદીમાં ઈંગ્લેન્ડનો બોલર પણ ત્રીજા સ્થાને છે. સ્લો લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ સ્પિનર ચાર્લી પાર્કરે 635 મેચમાં 3278 વિકેટ લીધી છે, જ્યારે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ મીડિયમ પેસર જોન હર્નીએ 639 મેચમાં કુલ 3061 વિકેટ લીધી છે, જ્યારે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓફ-બ્રેક બોલર થોમસ વિલિયમ જ્હોન ગોડાર્ડે 53માં 2979 વિકેટ ઝડપી છે.