Cricket News: જ્યારથી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું ઘર બીજી વખત ખુશીઓથી ભરાયું છે, ત્યારથી તેમના માટે અભિનંદનનું પૂર આવ્યો છે. ક્રિકેટરો, બોલિવૂડ સ્ટાર્સથી લઈને સામાન્ય ક્રિકેટ પ્રેમીઓ સુધી, દરેક જણ વિરુષ્કા અને બેબી બોય અકાયને શુભેચ્છા પાઠવી રહ્યા છે. વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ 15 ફેબ્રુઆરીએ પુત્રને જન્મ આપ્યો છે. વિરાટ અને અનુષ્કાએ તેમના પુત્રનું નામ અકાય રાખ્યું છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર નાના મહેમાનના આગમનની માહિતી આપી છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં લખ્યું, ‘અમે તમને બધાને જણાવતા ખૂબ જ ખુશ છીએ કે 15 ફેબ્રુઆરીએ અમારા ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. વામિકાના ભાઈનું નામ અકાય રાખવામાં આવ્યું છે.
સચિન તેંડુલકરે વિરાટ કોહલીની પોસ્ટનો જવાબ આપતા લખ્યું, ‘અભિનંદન વિરાટ અને અનુષ્કા, તમારા સુંદર પરિવારમાં એક અમૂલ્ય સભ્ય જોડાયો છે. તમારા નામની જેમ, તમારું વિશ્વ અનંત સુખ અને હાસ્યથી ભરેલું રહે. સ્વાગત ચેમ્પ!’
વિરાટ કોહલી લગભગ એક મહિનાથી ક્રિકેટથી દૂર છે. તેણે માત્ર પારિવારિક કારણોને ટાંકીને BCCI પાસેથી આરામની માંગણી કરી હતી. બીજી વખત પિતા બનેલા કોહલીએ પણ પોતાની લેટેસ્ટ પોસ્ટમાં પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ કરી છે.
શું તમે પણ સોનું-ચાંદી ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? મહાશિવરાત્રી પહેલા મહા ફેરફાર, જાણો આજનો ભાવ
હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોમાં ફફડાટ, આટલા જિલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણી લો નવ આગાહી
ગઢવી-આહીર વિવાદ સોનલધામ મઢડા પહોંચ્યો, ગિરીશ આપા અને વિક્રમ માડમે ચારણ-આહીર વિશે કહ્યું આવું-આવું
24મીએ
જ્યારથી વિરાટ-અનુષ્કાએ તેમના પુત્રનું નામ અકાય રાખ્યું છે, ત્યારથી આ નામની શોધ વધી ગઈ છે. લોકો આ નામનો અર્થ જાણવા માંગે છે. તમને જણાવી દઈએ કે અકાય મૂળભૂત રીતે સંસ્કૃત શબ્દ છે. અકાય એટલે નિરાકાર. હિન્દુ ધર્મમાં ભગવાન શિવને નિરાકાર માનવામાં આવે છે. વિરાટ અને અનુષ્કાએ પોતાની દીકરીનું નામ પણ દુર્ગા રાખ્યું છે. વામિકા દેવી દુર્ગાનું એક નામ છે.