ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત-વિરાટને મળ્યો આરામ; અશ્વિનનું પુનરાગમન

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
3 Min Read
Share this Article

Cricket News: ઓસ્ટ્રેલિયા સામે 22 સપ્ટેમ્બરથી શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માને પ્રથમ બે મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. ટીમની કમાન કેએલ રાહુલના હાથમાં રહેશે. આર અશ્વિનની ટીમમાં વાપસી થઈ છે. જોકે, રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા ત્રીજી વનડે માટે ટીમમાં વાપસી કરશે.વર્લ્ડ કપ જેવી મોટી ઈવેન્ટને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ પ્રથમ બે વનડેમાંથી સીનિયર ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે એ વાત પણ સામે આવી છે કે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં ફેરફાર થઈ શકે છે.

અક્ષર પટેલની ઈજાના કારણે પસંદગીકારોએ તેના સ્થાને બદલવા અંગે વિચારવું પડશે. આર અશ્વિન અને વોશિંગ્ટન સુંદરને વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે. આથી આ બંને ખેલાડીઓને ત્રણેય વનડે માટે ટીમમાં રાખવામાં આવ્યા છે. શક્ય છે કે અશ્વિન અને સુંદરમાંથી કોઈ એકને વર્લ્ડ કપની ટિકિટ મળે. આ સિવાય પસંદગીકારોએ રુતુરાજ ગાયકવાડને પ્રથમ બે વનડે માટે ટીમમાં સ્થાન આપ્યું છે. તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણ પણ પ્રથમ બે વનડે માટે ટીમનો ભાગ છે. પરંતુ આ ત્રણેય ખેલાડીઓ ત્રીજી વનડેમાં ટીમ સાથે નહીં હોય.

જો કે સંજુ સેમસનને કોઈપણ મેચ માટે પસંદ કરવામાં આવ્યો નથી. આનાથી સ્પષ્ટ છે કે સંજુ સેમસન માટે ટીમ ઈન્ડિયાના દરવાજા બંધ છે.ભારતે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે મેચ રમવાની છે. પ્રથમ ODI 22 સપ્ટેમ્બરે રમાશે જ્યારે બીજી ODI 24 સપ્ટેમ્બરે રમાશે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડે મેચ 27 સપ્ટેમ્બરે રમાશે.

પ્રથમ બે વનડે માટેની ટીમ

કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, તિલક વર્મા , પ્રસિદ્ધ કૃષ્ણ , આર અશ્વિન , વોશિંગ્ટન સુંદર.

ઓહ બાપ રે: અડધી રાત્રે અચાનક ટ્રેનના બે કટકા થઈ ગયા, જાણો કેમ થયો આટલો મોટો અકસ્માત

સરકાર જનતા પર મહેરબાન, કોઈ ગેરંટી વગર ૩ લાખની લોન આપશે, વ્યાજ પણ થોડુંક જ, આટલા જ ડોક્યુમેન્ટ જોઈશે

ગુજરાતીઓ સાવધાન, હજુ ૪ દિવસ ધોધમાર વરસાદ પડશે, હવે સૌરાષ્ટ્રનો વારો, જાણો નવી ઘાતક આગાહી

ત્રીજી વનડે માટેની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, આર અશ્વિન, વોશિંગ્ટન સુંદર.


Share this Article