Cricket News: ભારતીય ટીમ આ મહિને ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. શનિવારે એટલે કે 12 જાન્યુઆરીએ પસંદગીકારોએ પ્રથમ બે ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમની જાહેરાત કરી.
ઇંગ્લિશ ટીમની હજુ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ટીમના કેટલાક ખેલાડીઓ હાલમાં ભારતમાં મેચ રમી રહ્યા છે. ઈન્ડિયા A અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે બે દિવસીય મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાના રજત પાટીદારે શાનદાર સદી ફટકારી છે.
ઈન્ડિયા A અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે રમાઈ રહેલી બે દિવસીય મેચમાં ભારતીય ટીમે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. પ્રથમ દિવસની રમતમાં બોલિંગ કરતી વખતે ભારતીય બોલરોએ ઇંગ્લિશ ટીમને માત્ર 233 રન પર જ રોકી દીધી હતી.
આ પછી રજત પાટીદારે પોતાની ફિફ્ટી સાથે મજબૂત શરૂઆત કરી હતી અને દિવસની રમતના અંતે સ્કોર 1 વિકેટે 123 રન હતો. બીજા દિવસે રજતે શાનદાર સદી ફટકારીને ભારતની લીડ સુનિશ્ચિત કરી હતી.
રજત પાટીદારે ફટકારી સદી
ભારતીય ટીમમાં જગ્યા બનાવી ચૂકેલા રજત પાટીદારે બે દિવસીય મેચમાં ઈંગ્લેન્ડના બોલરોને આડે હાથ લીધા હતા. પ્રથમ દિવસે અડધી સદી ફટકારનાર આ બેટ્સમેને બીજા દિવસની રમતમાં સાવધાનીપૂર્વક બેટિંગ કરી અને સદી ફટકારી હતી.
પ્રખ્યાત ગાયિકા પ્રભા અત્રેનું નિધન, 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, રાષ્ટ્રપતિએ પણ શોક વ્યક્ત કર્યો
ક્રિકેટના મેદાનમાં સતત 3 સિક્સર ફટકારીને… આ એક શરત પર લગ્ન માટે તૈયાર થઇ હતી શર્મિલા ટાગોર
આ બેટ્સમેને 131 બોલમાં 16 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. રજત પાટીદારની આ ઇનિંગને કારણે ભારતીય ટીમે 200નો આંકડો પાર કર્યો. પ્રથમ દિવસની રમતમાં રજત પાટીદારે 75 બોલનો સામનો કરીને 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા.