રિષભ પંત રમશે T-20 વર્લ્ડ કપ? રાહુલ દ્વવિડે આપેલા સંકેતથી ર્ઇશાન કિશનનું ટેન્શન વધી ગયું!

Desk Editor
By Desk Editor
Share this Article

Cricket News: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કૉચ રાહુલ દ્રવિડે અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરવા પર ખુશી વ્યક્ત કરી હતી. ઘણા યુવા ખેલાડીઓના સારા પ્રદર્શનને કારણે ટીમ પાસે જૂનમાં યોજાનારા T-20 વર્લ્ડ કપ માટે ઘણા વિકલ્પો ઊભા થયા છે.

હવે મેગા ટુર્નામેન્ટનો વારો…

ભારતીય ક્રિકેટ ટીમે ICC T-20 વર્લ્ડ કપ પહેલા આ ફોર્મેટમાં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય શ્રેણી રમી હતી. હવે ટીમ ઈન્ડિયા આ મેગા ટૂર્નામેન્ટમાં પ્રવેશતા પહેલા એક પણ મેચ રમશે નહીં. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓના પ્રદર્શનના આધારે હવે T-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન કેવું રહેશે તેનો અંતિમ નિર્ણય પસંદગીકારો લેશે. આ લીગમાં ઈજાગ્રસ્ત તમામ યુવા અને વરિષ્ઠ ખેલાડીઓ રમશે. તમામની નજર ઋષભ પંતની સાથે હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ પર અટકી છે.

અન્ય ખેલાડીઓને તક મળી

ગત્ત વર્ષે ODI વર્લ્ડ કપ બાદ ભારતે 11 T-20 રમી છે. કેટલાક વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હોવાને કારણે ટીમ મેનેજમેન્ટને જીતેશ શર્મા અને શિવમ દુબે જેવા યુવા ખેલાડીઓને અજમાવવાની તક મળી.

ટીમની સંભવિત યાદી તૈયાર

ભારતીય ટીમે ICC T-20 વર્લ્ડ કપ પહેલા પોતાના સંભવિત ખેલાડીઓની યાદી તૈયાર કરી છે. ઑલરાઉન્ડર તરીકે ભારતને અફઘાનિસ્તાન સામે રમાયેલી શ્રેણીમાં હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે શિવમ દુબે મળ્યો હતો. વાપસીવાળી સિરીઝમાં તે પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે ચૂંટાયો હતો. વિકેટકીપર તરીકે પણ ભારત પાસે ઘણા બધા વિકલ્પો છે. આ સમયે ઈશાન કિશનનો રસ્તો મુશ્કેલ લાગી રહ્યો છે. કારણ કે કોચ રાહુલ દ્રવિડે પણ કાર અકસ્માત બાદ રિષભ પંતના વાપસીના સંકેત આપ્યા છે.

વિકેટકીપિંગ માટે અઢળક ઑપ્શન

વિકેટકીપિંગમાં ભારત પાસે જીતેશ, સંજુ સેમસન, ઈશાન કિશન, કેએલ રાહુલ અને ઋષભ પંતના વિકલ્પો છે અને કોચે કોઈના રમવાની શક્યતાને નકારી નથી. તેણે કહ્યું, “અમારી પાસે ઘણા વિકલ્પો છે.” સંજુ, કિશન અને રિષભ બધા છે. આગામી કેટલાક મહિનામાં શું સ્થિતિ રહેશે તે જોવાનું રહેશે અને તેના આધારે નિર્ણય લેવામાં આવશે.


Share this Article