વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સાથે થઈ મોટી ‘છેતરપિંડી’, ખાલી વરસાદ જોવા 6 હજાર કિમીથી વધુનું અંતર કાપવું પડ્યું

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News : વર્લ્ડ કપ-2023નો પ્રારંભ 5 ઓક્ટોબરથી થશે. ટીમ ઇન્ડિયા (team india) 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા (Australia) સામે રમાનારી મેચથી પોતાની સફર શરૂ કરશે. આ મેચ ચેન્નઈમાં રમાશે. ઓસ્ટ્રેલિયા જેવી મજબુત ટીમનો સામનો કરવા માટે ટીમ ઈન્ડિયાને સખત પ્રેક્ટિસની જરુર હતી. તેની પાસે તૈયારીઓની ચકાસણી કરવા માટે બે વોર્મઅપ મેચ હતી, પરંતુ વરસાદને કારણે બંને મેચ રદ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાની પ્રથમ વોર્મઅપ મેચ ઈંગ્લેન્ડ સામે ગુવાહાટીમાં રમાઈ હતી, જ્યારે બીજી મેચ થિરુવનંતપુરમમાં નેધરલેન્ડ સામે હતી. બંને મેચ રદ થવાને કારણે ટીમ ઇન્ડિયાને ઝટકો લાગ્યો હતો. ભારત આ રીતે એકમાત્ર એવી ટીમ છે કે જે કોઈ પણ વોર્મઅપ મેચ રમ્યા વિના જ વર્લ્ડ કપમાં ઉતરશે.

 

રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ તેની આખરી આંતરરાષ્ટ્રીય મેચ 27 સપ્ટેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. આ મેચ રાજકોટમાં હતી. વન-ડે સિરીઝની આ ત્રીજી મેચ હતી, જેમાં ટીમ ઇન્ડિયા હારી ગઈ હતી. જોકે તેઓએ આ શ્રેણી 2-1થી જીતી લીધી હતી. 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધીની સફર પર નજર કરીએ તો ટીમ ઇન્ડિયાએ 7 દિવસમાં 3 શહેરોમાં રોકાઇને 6,115 કિમીનું અંતર કાપ્યું હતું.

 

12 વર્ષ પછી ટ્રોફી જીતવાની તક

ટીમ ઈન્ડિયા પાસે આ વખતે વર્લ્ડ કપ જીતવાની સારી તક છે. 12 વર્ષ બાદ તેમની ધરતી પર ક્રિકેટનો મહા કુંભ રમાઈ રહ્યો છે. 2011માં જ્યારે ભારતમાં વર્લ્ડ કપ રમાયો હતો ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની હતી. તેણે ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી બે વાર વર્લ્ડ કપની ટ્રોફી જીતી ચૂકી છે. જોકે 10 વર્ષથી તે આઇસીસીની ટ્રોફી જીતી શક્યો નથી.

 

2013માં ટીમ ઈન્ડિયાએ છેલ્લી વખત આઈસીસી ટ્રોફી જીતી હતી. તેણે ઇંગ્લેન્ડમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ધોની ટીમનો કેપ્ટન હતો. અને હવે રોહિત પાસે ઇતિહાસ રચવાની તક છે અને જો તે આમ કરશે તો કપિલ દેવ મહેન્દ્ર સિંહ ધોની બાદ ત્રીજો એવો ભારતીય કેપ્ટન બની જશે જેણે વર્લ્ડ કપ ટ્રોફી જીતી હોય.

 

વર્લ્ડકપ માટે ટીમ :

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શુભમન ગિલ, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, આર અશ્વિન, સિરાજ, શમી, બુમરાહ.

 

VIDEO: 7 કરોડ ગુજરાતીઓમાંથી એક જ એવો છે જે હેલમેટ ન પહેરે છતાં પોલીસ મેમો નથી ફાડી શકતી, જાણો કારણ

અંબાજીમાં નકલી ઘી કેસના કારણે અમદાવાદમાં ચેકિંગ શરૂ, નીલકંઠ ટ્રેડર્સનો માલિક ભૂગર્ભમાં, કંપની સીલ કરી દીધી

Breaking: સિક્કિમમાં કુદરત રૂઠી, વાદળ ફાટવાથી આવ્યું ભયંકર પૂર, સેનાના 23 જવાનો લાપતા, આખા દેશમાં હાહકાર

 

ટીમ ઇન્ડિયાની મેચ ક્યારે છે?

વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (8 ઓક્ટોબર), વિરુદ્ધ અફઘાનિસ્તાન (11 ઓક્ટોબર), વિરુદ્ધ પાકિસ્તાન (15 ઓક્ટોબર), વિરુદ્ધ બાંગ્લાદેશ (19 ઓક્ટોબર), વિ ન્યુઝીલેન્ડ (22 ઓક્ટોબર), v ઇંગ્લેન્ડ (29 ઓક્ટોબર), ક્વોલિફાયર્સ (1 નવેમ્બર), દક્ષિણ આફ્રિકા (5 નવેમ્બર), ક્વોલિફાયર્સ (11 નવેમ્બર).


Share this Article