રોહિતને પોતાની કેપ્ટનશિપમાં આ ખેલાડીને તક આપવાનું પસંદ નથી! જીતેલી મેચમાં વિલન બની જાય છે

Desk Editor
By Desk Editor
Share this Article

India vs West Indies, News : ભારત અને વિન્ડિઝ વચ્ચે તારીખ 27મી જુલાઈથી ત્રણ મેચની દ્વિપક્ષિય વન ડે શ્રેણીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વિન્ડિઝ સામે 27મી જુલાઈએ બ્રિજટાઉનમાં રમાનારી પ્રથમ વન ડેમાં કોઈ ક્રિકેટરનું ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવું લગભગ નક્કી મનાય છે. કેપ્ટન રોહિત શર્મા હવે આ ખેલાડીને પોતાની કેપ્ટનશિપમાં તક આપવાનું પસંદ નથી કરતો, કારણ કે લગભગ દરેક મેચમાં આ ખેલાડી પોતાના ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયા માટે વિલન બની જાય છે.

 

 

રોહિત આ ખેલાડીને પોતાની કેપ્ટનશીપમાં તક આપવાનું પસંદ નથી કરતો!

દરેક કેપ્ટન ઈચ્છે છે કે, તે પોતાની ટીમની પ્લેઈંગ ઈલેવનમાં જે પણ ખેલાડીની પસંદગી કરે, તેણે પોતાના પર્ફોમન્સથી હારના જડમાંથી જીત છીનવી લેવાનું કામ કરવું જોઈએ, વિનિંગ મેચ હારવી જોઈએ નહીં. ટીમ ઇન્ડિયાનો આ ક્રિકેટર પણ વિનિંગ મેચમાં વિલન બની જાય છે. રોહિત શર્મા હવે પોતાની કેપ્ટનશીપમાં કોઇ જોખમ લેવા માંગતો નથી. રોહિત શર્મા હવે વિન્ડિઝ સામેની ત્રણ વન ડેની શ્રેણીમાંથી બહારનો રસ્તો બતાવશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની આ 3 મેચની વન ડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીનું દિલ તૂટી શકે છે. કેપ્ટન રોહિત શર્મા આ ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દેશે.

 

 

જીતેલી મેચમાં વિલન બન્યો

તમને જણાવી દઈએ કે કેપ્ટન રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI સીરીઝની કોઈપણ મેચમાં લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને તક નહીં આપે. યુઝવેન્દ્ર ચહલે વર્ષ 2022માં વેસ્ટ ઈન્ડિઝના છેલ્લા પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા માટે માત્ર 5 વનડે રમી છે અને તેને માત્ર 3 વિકેટ મળી છે. તેમાંથી યુઝવેન્દ્ર ચહલે 2 વનડેમાં 50 થી વધુ રન બનાવ્યા છે. યુઝવેન્દ્ર ચહલે 6 મહિના પહેલા ટીમ ઈન્ડિયા માટે છેલ્લી વનડે રમી હતી, ત્યારથી તેના ખરાબ પ્રદર્શનને કારણે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

 

વિશ્વની સૌથી અમીર મહિલા ક્રિકેટરઃ એલિસે પેરીથી લઈને સ્મૃતિ મંધાના સુધી, આ મહિલા ક્રિકેટરોની કમાણી પણ છે જોરદાર, નેટવર્થ તમારા દિમાગને ઉડાવી દેશે

IND vs WI: બીજી ટેસ્ટ મેચમાં વરસાદનું વિઘ્ન નડતા રોહિત શર્મા થયો ગુસ્સે, કેપ્ટને આપ્યું આવું નિવેદન

હાર્દિક પંડ્યાને મળ્યો આરામ, તો કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? 3 ખેલાડીઓ રેસમાં સૌથી આગળ

 

હવે મોટો ફેરફાર થશે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 3 મેચોની વનડે સીરીઝમાં લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને તક આપવાની ભૂલ કરવાનું પસંદ નહીં કરે, કારણ કે યૂજવેન્દ્ર ચહલ પોતાના ફ્લોપ પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયાની હારનો સૌથી મોટો વિલન સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, કેપ્ટન રોહિત શર્મા યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ સ્પિનર કુલદીપ યાદવને તક આપશે, જે તેના કરતા પણ વધુ ઘાતક સ્પિનર છે. કુલદીપ યાદવ પોતાની ઘાતક સ્પિન બોલિંગથી વેસ્ટ ઇન્ડીઝ સામે તબાહી મચાવી શકે છે. આ ઉપરાંત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં મદદ કરશે. રવિન્દ્ર જાડેજા ખતરનાક સ્પિનરની સાથે સાથે વિસ્ફોટક બેટ્સમેન પણ છે અને ભૂતકાળમાં પણ તેણે ટીમ ઈન્ડિયા માટે ઘણી વિસ્ફોટક ઈનિંગ રમી છે.

 

 

 


Share this Article