શું ખેડૂતો એક નવી રાજનીતિને જન્મ આપી રહ્યા છે?

Lok Patrika
By Lok Patrika
Share this Article

  ભાવિન જસાણી:   ભારતના ઇતિહાસમાં ઘણા બધા આંદોલનો રાજકીય ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે.લોકશાહીની ગુણવત્તા ઘણીવાર આંદોલન પરથી નક્કી થતી હોય છે. થોડા સમય પહેલા વિરામ પામેલું કિશાન આંદોલન પણ દેશમાં એક ઐતિહાસિક આંદોલન તરીકે નામના મેળવી ચૂક્યું છે. આ આંદોલનમાં મળેલી જીત પછી અને સરકારે કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની ઘોષણા પછી ઘણીબધી ચર્ચાઓમાં એવુ ચર્ચવામાં આવ્યું કે હવે કિશાન પોતાની રાજનૈતિક પાર્ટી બનાવી અને ચૂંટણીના જંગમાં ઉતરશે. આ ચર્ચાઓને હાલમાં પુરી માન્યતા મળી ગઈ છે. બલવીર સિંઘ રાજેવાલ જે કિશાન આંદોલનમાં એક મહત્વના નેતા હતા એની અધ્યક્ષતામાં કિશાનો " સંયુક્ત સમાજ મોરચા "ના નામ એ આવનારી વિધાન સભાની ચૂંટણી લડશે.

      ભારતમાં કિશાનને અન્નદાતા કહેવામાં આવે છે, ગુજરાતી ભાષામાં તેને જગતનો તાત કહેવામાં આવે છે.કિશાન આસમાન જોઈ અને કહી શકે કે વરસાદ ક્યારે આવશે જમીન જોઈને કહી શકે કે પાક કેવો થશે એ જ કિશાન સંગઠનએ નિર્ણય કર્યો છે કે તેઓ પંજાબની આવનારી ચૂંટણીઓમાં ઝંપલાવશે. આ કિશાનો એ આંદોલનના માધ્યમથી એવુ કાર્ય કર્યું કે જે આ દેશનું વિપક્ષ પણ નથી કરી શક્યું. આ કિશાન આંદોલન દ્વારા દેશની સામે કિશાનનું રાજનૈતિક મહત્વ કેટલું છે એ સામે આવ્યું. અહીંયા પ્રશ્નએ ઉભો થાય કે શું આ આંદોલનથી દેશમાં જે જાતી અને ધર્મની રાજનીતિ થઈ રહી છે એનો કોઈ વિકલ્પ મળશે? શું " સંયુક્ત સમાજ મોરચા " એ આની શરૂઆત છે? જ્યાં ધનબળ અને બાહુબળ ચાલે છે એ રાજનીતિમાં આમુલ પરિવર્તન આવશે? એક મેસેજ એવો પણ આપવામાં આવે છે કે જનતાનો આગ્રહ હતો કે હવે સંયુક્ત કિશાન મોરચાના નેતાઓ ચૂંટણી લડે અને પંજાબની બાગડોર સંભાળે.

  લુધિયાણામાં 32 સંગઠનોની બેઠક થઈ એમાંથી 10 સંગઠનોએ રાજકીય રીતે કાર્ય કરવાની ના પાડી અને 22 સંગઠનોએ મળી અને " સંયુક્ત સમાજ મોરચા "ની રચના કરી.આમાં 3 બીજા સંગઠનો પણ ચૂંટણી સુધીમાં જોડાવાની સંભાવનાઓ છે. આ 32 સંગઠનો એ હતા જેણે કિશાન આંદોલનને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી. કુલ 40 કોર સંગઠનો કિશાન સંયુક્ત મોરચામાં હતા 375 સંગઠનો દેશના અલગ અલગ ભાગમાંથી આવ્યા હતા એ 40 સંગઠનોમાંથી 32 સંગઠનો પંજાબના હતા અને આમાંથી 22 સંગઠનો હવે રાજકીય ક્ષેત્રે કાર્ય કરશે, આની આગેવાની બલવીર સિંઘ રાજેવાલ કરશે. બલવીર સિંઘ રાજેવાલ પંજાબમાં ઘણો જાણીતો ચહેરો છે. નેશનલ મીડિયામાં તેઓ કિશાન આંદોલન પછી જ આવ્યા પરંતુ પંજાબમાં કિશાન નેતા તરીકેની તેમણે સારી નામના મેળવી છે.તેઓ પાસે 60 એકર જમીન, 2 ચોખાની મિલો, સ્કૂલો અને કોલેજો છે. 70ના દશકમાં તેઓએ ખેતીવાળી યુનિયન શરૂ કર્યું હતું ત્યારે 1974માં એક મોટુ આંદોલન ઘઉં પંજાબની બહાર વેચવા બાબતે પંજાબમાં થયુ હતું ત્યારે તેઓ બીકેયુ લાખોવાલ સાથે જોડાયા હતા ત્યાં તેઓ 1988 સુધી રહ્યા ત્યારબાદ 2000 સુધી બીકેયુ માન સંગઠન સાથે જોડાયેલા રહ્યા અને ત્યારપછી તેઓએ 2001 માં ભારતીય કિશાન યુનિયન રાજોવાલમાં કાર્ય શરૂ કર્યું.


   પંજાબના રાજકારણમાં કિશાનો એક મહત્વનો ભાગ ભજવે છે એટલેબધી જ પાર્ટીઓની રણનીતિમાં કિશાન નારાજ ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.ભાજપનું કહેવું એવુ છે કે અમે કિશાનોની માંગ સામે આ કાયદાઓ પાછા ખેંચી લીધા, અકાલી દળનું કહેવું છે કે અમે ભાજપ સાથેનું વર્ષો જૂનું ગઠબંધન કિશાનોને કારણે તોડી નાખ્યું, કોંગ્રેસ એવુ કહે છે કે અમે હર હંમેશ કિશાન આંદોલનના સમર્થનમાં રહ્યા, આપ કહે છે કે જયારે દિલ્હી બોર્ડર પર પાણી અને બિજલીની જરૂરિયાત પડી ત્યારે તે અમે પૂરું પડ્યું એટલે ટૂંકમાં બધી જ પાર્ટીઓ એવુ જતાવવા માંગે છે કે કિશાન માટે અમે ઘણું બધું કર્યું છે અને કરી રહ્યા છીએ. આટલા બધા વાયદાઓ અને દાવાઓ પછી જયારે જમીન પર જોવા જઇયે તો પંજાબની હાલત ઘણી કફોડી છે પંજાબમાં કોઈ બાળકનો જન્મ થાય તો તેના પર જન્મતા વેત જ 82,000 રૂપિયાનું કર્જ થઈ જાય છે. સરકારો પાણીની જેમ સબસીડીઓ કિશાનને આપે છે. એક સર્વે પ્રમાણે 1,17,000 રૂપિયા દરવર્ષે એક કિશાનને સબસીડીના રૂપમાં મળે છે. આ સબસીડી જેટલી આપવામાં આવે છે એનો ભાર પંજાબના દેવા પર પડી રહ્યો છે.પંજાબ પર કર્જ સતત વધતું રહ્યું છે. હાલમાં પંજાબ રાજ્યના કર્જ આંકડા પ્રમાણે તે 275000 કરોડ છે જે ફેબ્રુઆરી આવતા આવતા 280000 કરોડ પાર કરી જશે. 2012માં આ દેવું 84000 કરોડ હતું અકાલી - બીજેપીના ગઠબંધન વાળી સરકાર બની ત્યારે, તે વધીને 2017માં જ્યારે કોંગ્રેસની સરકાર બની ત્યારે 195000 કરોડ થઈ ગયું અને હાલમાં તે વધીને 275000 કરોડ થઈ ગયું છે. હાલમાં અરવિંદ કેજરીવાલએ એક વાયદો એવો કર્યો કે દરેક મહિલાને જો તેમની સરકાર બનશે તો દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે એટલે 2019ના આંકડા મુજબ પંજાબમાં 1 કરોડ મહિલા મતદારો છે એટલે જો બધાને 1 હજાર આપવામાં આવે તો 1 હજાર કરોડ મહિને થાય અને બાર મહિને તે બાર હજાર કરોડ આંકડો પહોંચે. તો શું અત્યારે પંજાબની સરકાર આવો ખર્ચ ઉઠાવવા સક્ષમ છે? પંજાબમાં 1 એકરથી ઓછી જમીન હોય એને માર્જિનલ કિશાન કહેવામાં આવે 1 થી 2 એકર જેટલી જમીન હોય તેને સ્મોલ કિશાન કહેવામાં આવે 2 થી 4 એકર જમીન હોય તેને સેમી મીડીયમ કિશાન કહેવામાં આવે, 4થી 10 એકર જમીન હોય તેને મીડીયમ કિશાન કહેવામાં આવે અને 10 એકરથી વધારે હોય એને લાર્જ એટલે મોટા ખેડૂતો કેહવામાં આવે. એક સર્વે પ્રમાણે પંજાબમાં માર્જિનલ અને સ્મોલ કિશાનોની સંખ્યા 4,00,000 છે જેમાંથી 3,40,000 કિશાનો કર્જમાં ડૂબેલા છે.સેમી મીડીયમ, મીડીયમ અને લાર્જ કિશાનોની સંખ્યા 7,00,000 છે જેમાંથી 6,20,000 કિશાનો કર્જમાં ડૂબેલા છે. તો શું કિશાનોને તેના આ હિતોના રક્ષણ થાય એના પર કોઈ સરકારએ કામ કરવાની જરૂર નથી? શું સરકારએ એવી વ્યવસ્થા કરવાની જરૂર નથી જેમાં કિશાનોને સબસીડીની જરૂર જ ન પડે??

  કોંગ્રેસએ જયારે દલિત મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે સાંભળવામાં સારુ લાગતું હતું અને તેને કોંગ્રેસના માસ્ટર સ્ટ્રોક તરીકે પણ જોવામાં આવતો હતો પરંતુ એ ત્યાં સુધી જ્યાં સુધી સંયુક્ત સમાજ મોરચા એ ચૂંટણી લડવાની જાહેરાત નહોતી કરી ત્યાં સુધી હવે કોંગ્રેસનું દલિત કાર્ડ કિશાનએકતા સામે ટકી શકશે કે કેમ એ પણ એક સવાલ છે. આ 22 સંગઠનો આમ જોવા જઇયે તો પુરા પંજાબને કવર કરે છે. ત્યારે સવાલ એ થાય કે જો આ સંયુક્ત સમાજ મોરચા 117 સીટમાં ચૂંટણી લડશે તો એનું પરિણામ શું આવશે? શું આ આંદોલનમાંથી જન્મેલી પાર્ટી પરંપરાગત રાજનીતિને નાબૂદ કરશે? એક અટકળ પ્રમાણે આમ આદમી પાર્ટી અને સંયુક્ત સમાજ મોરચા ગઠબંધન કરી અને ચૂંટણી લડી શકે તેવી સંભાવના છે.જો આ મોડેલ અહીંયા સફળ રહ્યું તો દેશભરમાં એક નવી રાજનીતિની શરૂઆત પંજાબથી થશે

Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly