શું લગ્ન વગર પણ છોકરીઓ મેટરનિટી લીવ લઈ શકે છે? જાણો શું કહે છે નિયમો

Desk Editor
By Desk Editor
Share this Article

Maternity Leave: મેટરનિટી લીવ એ વર્કિંગ વુમનને આપવામાં આવેલ ખાસ અધિકાર છે, જે કોઈપણ મહિલા ખાસ સંજોગોમાં લઈ શકે ખાસ સંજોગો એટલે કે આ રજા ગર્ભાવસ્થા દરમિયાન લઈ શકાય. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે શું અપરિણીત છોકરીઓ અથવા અપરિણીત મહિલાઓ પણ ગર્ભાવસ્થાના કિસ્સામાં પ્રસૂતિ રજાનો લાભ મેળવી શકે.

શ્રમ કાયદા હેઠળ મેટરનિટી બેનિફિટ બિલ 2017માં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા જેમા કહેવામાં આવ્યું છે કે હવે ગર્ભવતી મહિલાઓને 12 અઠવાડિયા એટલે કે 3 મહિનાની જગ્યાએ 26 અઠવાડિયા એટલે કે 6 મહિનાની રજા આપવામાં આવશે. તેનો હેતુ ડિલિવરી પછી માતા અને બાળકની યોગ્ય સલામતી અને સંભાળ માટે પૂરતી તક પૂરી પાડવાનો અને સાથે મોટી વાત એ છે કે આ સમયગાળા દરમિયાન કંપની દ્વારા મહિલાને પુરો પગાર આપવામાં આવેશે. તેમાં કોઈપણ પ્રકારની કપાત કરી શકાશે નહીં.

અપરિણીત મહિલાઓ માટે આ કાયદો શું કહે છે?

ભારત સરકારના શ્રમ કાયદા હેઠળ વ્યાખ્યાયિત પ્રસૂતિ રજા પરણિત અથવા અપરિણીત મહિલાઓ માટે સમાન રીતે કાયદો બનાવવામાં આવી છે. મહિલા પરિણીત છે કે અપરિણીત છે તેનાથી કોઈ ફરક પડશે નથી કારણ કે આ કાયદો માત્ર પ્રેગ્નન્સી કે બાળકની સંભાળ માટે જ બનાવવામાં આવ્યો છે. તેથી, અપરિણીત મહિલાઓને પણ 26 અઠવાડિયાની પ્રસૂતિ રજા મળશે. આ સમયગાળા દરમિયાન પગારમાં કોઈ કાપ નહીં આવે.

શ્રમ કાયદાના નિયમો કયારે લાગુ થશે નહીં.

પ્રસૂતિ રજા વિશે સૌથી સારી બાબત એ છે કે તમારી કંપની સરકારી હોય કે ખાનગી, રજાની શરતો અને સુવિધાઓ પર કોઈ અસર થશે નહીં. જો કે, આ નિયમ ફક્ત તે જ કંપનીઓ પર લાગુ થશે જે 10 કે તેથી વધુ કર્મચારીઓને રોજગારી આપે છે. જો કર્મચારીઓની સંખ્યા આનાથી ઓછી હોય, તો તે કંપનીની વ્યાખ્યા હેઠળ સમાવિષ્ટ નથી અને તેના પર શ્રમ કાયદાના નિયમો લાગુ થશે નહીં.

2 થી વધુ બાળકો માટે અલગ કાયદો

શું તમે પણ સોનું-ચાંદી ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? મહાશિવરાત્રી પહેલા મહા ફેરફાર, જાણો આજનો ભાવ

ધ્યાનમાં રાખો કે પ્રસૂતિ કાયદો 2 કરતાં વધુ બાળકો માટે અલગ રીતે કામ કરે છે. આ હેઠળ, બે બાળકો માટે 26 અઠવાડિયાની સંપૂર્ણ રજા આપવામાં આવે છે, પરંતુ તે પછી, ત્રીજા બાળકની ડિલિવરી પર ફક્ત 12 અઠવાડિયા એટલે કે 3 મહિનાની પ્રસૂતિ રજા આપવામાં આવશે.


Share this Article
TAGGED: