મહા વાવાઝોડા બિપરજોયે દ્વારકાની હાલત બગાડી નાખી, તસવીરો જોઈને દયા આવી જશે, જુઓ કેટલું નુકસાન થયું

Desk Editor
By Desk Editor
Share this Article

Cyclone Biparjoy : વાવાઝોડાની અસર ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો અને થાંભલા પડી ગયા છે. ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ગુરુવારે સાંજે બિપારજોયને લેન્ડફોલ થયું હતું. તેની અસરને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ, એસડીઆરએફની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે.

વાવાઝોડું 125 કિમીની ઝડપે આગળ વધીને લેન્ડફોલ થયુ હતુ. જેના કારણે કચ્છ અને દ્વારકામાં ભારે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. વાવાઝોડાએ ગુરૂવારે સાંજે જખૌ બંદરને સ્પર્શ કરીને દ્વારકા અને કચ્છમાં 120 કિમી સુધીની ઝડપે વિનાશક વાવાઝોડું ફૂંકાવવાનું શરૂ કર્યુ  હતુ. જેના કારણે ઘરના છાપરાં, શેડ, વૃક્ષો થાંભલા ધરાશાયી થયા હતા. દ્વારકામાં આખી રાત ભારે પવન ફૂંકાયો હતો અને ધીમી ધારે વરસાદ પણ વરસ્યો હતો. ત્યારે બહારથી આવેલા પ્રવાસીઓ પણ ગભરાઇ ગયા હતા.

બપોર પછી પવનનું જોર પહેલા 80 સુધીનું રહ્યા બાદમાં 100 કિ.મી.એ પહોંચ્યું હતું. દ્વારકામાં રૂપેણ બંદર કે જેને અગાઉ ખાલી કરાવાયું છે. ત્યાં કાંઠા ઉપરના ઘરોમાં, માછીમારોના દંગાઓમાં દરિયાના પાણી ઘુસી ગયા હતા. દ્વારકામાં અનેક મકાનો ધરાશાયી થયા છે. મામલતદાર કચેરી બહાર શેડ, ભડકેશ્વર મંદિરના પતરાં ધસી પડયા હતા અને ગોમતીઘાટ પર દરિયાના ધસમસતા પાણીથી નુક્શાની થઇ હોવાનું જાણવા મળ્યુ છે.

સરકારની પૂર્વ તૈયારીએ મહા વાવાઝોડા સામે લડવામાં ભરપૂર મદદ કરી, આ એક સિસ્ટમ દરેક મુશ્કેલી માટે નિવારક બની

ગુજરાત બાદ હવે રાજસ્થાનનો વારો, આજે મુશળધાર વરસાદ પડશે, બિપરજોયની નવીનતમ સ્થિતિ જાણી લોકો ફફડ્યાં

ત્રાટકીને વિનાશ વેરી ગયું, પરંચુ હવે મહા વાવાઝોડા બિપરજોયની ‘આફ્ટર ઇફેક્ટ’માં આટલા પડકારો સરકારને ભીંસ પાડી દેશે

આજે સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં 55 કિ.મી.ઝડપે પવન સાથે છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે, શનિવારે કોઈ ચેતવણી નથી અને વાવાઝોડાની સિસ્ટમ રાજસ્થાનમાં પૂરું થશે, આ વાવાઝોડું રાજસ્થાનમાં આજે સાંજ સુધીમાં ડીપ્રેસનમાં ફેરવાય તેમ છે, હાલ તેની અનુમાનિત દિશા કચ્છથી જોધપુર તરફ છે, ડીપ્રેસનમાં ફેરવાયા પછી પણ પવનની ઝડપ 55 કિ.મી. સુધીની રહેતી હોય છે.

 

 


Share this Article