‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝના બે વર્ષ બાદ આમિર ખાન ફરી એકવાર પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ વખતે તે સાઉથ સિનેમાથી સ્ક્રીન પર પરત ફરશે. તે બોલિવૂડની ‘થલાઇવા’ એટલે કે રજનીકાંત અને તેની લાડલી શ્રુતિ હાસન સાથે જોવા મળશે. આ ફિલ્મનું નામ ‘કુલી’ છે. આખરે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. શ્રુતિ અને આમિર આ દિવસોમાં ફિલ્મના શૂટિંગ માટે પિંક સિટી જયપુરમાં છે.
બોલિવૂડમાં ‘કુલી’ નામની ત્રણ ફિલ્મો બની છે. 1983માં અમિતાભ બચ્ચન પડદા પર ‘કુલી’ તરીકે દેખાયા હતા અને તેમણે લોકોનું દિલ જીતી લીધું હતું. ત્યારે ડેવિડ ધવને વર્ષ 1995 અને 2020માં ગોવિંદા અને વરુણ ધવન સાથે કુલી નંબર 1 ફિલ્મ બનાવીને લોકોને ખૂબ હસાવ્યા હતા. હવે આમિર અને રજનીકાંત આ ફિલ્મ માટે તૈયાર છે.
આમિર ખાન અને શ્રુતિ હાસન શૂટિંગ માટે જયપુર પહોંચ્યા
આ પ્રોજેક્ટ દ્વારા શ્રુતિ હાસન અને આમિર ખાન પહેલીવાર પરદા પર સાથે કામ કરતા જોવા મળશે. બંનેની ઓન સ્ક્રિન કેમેસ્ટ્રી જોવા માટે ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રુતિ હાસને ગુરુવારે જયપુરમાં આમિર ખાન સાથે શૂટિંગ શરૂ કર્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ વિઝાગ અને ચેન્નઈ તેમજ દેશના અન્ય ભાગોમાં કરવામાં આવ્યું છે. “કુલી”ના અમુક હિસ્સાનું શૂટિંગ કરી ચૂકેલી શ્રુતિ આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે.
આમિર કેમિયો રોલમાં જોવા મળશે.
બૉલીવુડ હંગામાના રિપોર્ટ મુજબ આમિર આ ફિલ્મમાં કેમિયો રોલમાં જોવા મળશે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તેનો સ્ક્રીન ટાઇમ ભલે ઓછો હોય પરંતુ આ પાત્ર એકદમ ઊંડું અને યાદગાર રહેવાનું છે.
હિંદુ મહિલાઓને તેમના પતિની સંપત્તિ પર કેટલો અધિકાર છે? સુપ્રીમ કોર્ટની મોટી બેંચ નિર્ણય કરશે
આ ફિલ્મનું દિગ્દર્શન લોકેશ કનાગરાજ કરશે.
આ ફિલ્મનું દિગ્દર્શન લોકેશ કનાગરાજે કર્યું છે. કનાગરાજે ‘વિક્રમ’, ‘કૈથી’ અને ‘લિયો’ જેવી શાનદાર અને સુપરહિટ ફિલ્મો ડિરેક્ટ કરી છે. જાણકારી મુજબ ‘કુલી’ની ટીમ હાલ જયપુરમાં 10 દિવસ સુધી શૂટિંગ કરશે, જેમાં ફિલ્મના મહત્વના દ્રશ્યો કેપ્ચર કરવામાં આવશે. આ ફિલ્મમાં રજનીકાંત, શ્રુતિ હાસન અને આમિર ખાન, નાગાર્જુન, ઉપેન્દ્ર, સૌબિન શાહિર, સત્યરાજ, રેબા મોનિકા જ્હોન જેવા કલાકારો છે. સન પિક્ચર્સ દ્વારા નિર્મિત, “કુલી” માં અનિરુધ રવિચંદરે સંગીત આપ્યું છે. મલ્ટી સ્ટારર ‘કુલી’ આવતા વર્ષે થિયેટરોમાં રિલીઝ થશે.