ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની અફવાઓનો અંત આવી ગયો છે. તાજેતરમાં જ બંને દીકરી આરાધ્યાની સ્કૂલના એન્યુઅલ ડે ફંકશનમાં સાથે પહોંચ્યા હતા અને હવે આ કપલ પોતાની દીકરી સાથે નવું વર્ષ સેલિબ્રેટ કરીને મુંબઈ પરત ફર્યું છે. મુંબઈ એરપોર્ટ પર અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન જોવા મળ્યા હતા. બધાએ પાપારાઝીને પણ હેપ્પી ન્યૂ યર કહ્યું હતું.
હંમેશની જેમ ઐશ્વર્યા પોતાના સ્ટાઇલિશ અને આરામદાયક પોશાકમાં ખૂબ જ સુંદર લાગતી હતી. ઐશ્વર્યાએ બ્લેક કલરનો કોડેડ સેટ પહેર્યો હતો, અભિષેક ગ્રે લોઅર અને હૂડીમાં જોવા મળ્યો હતો અને આરાધ્યા ડાર્ક બ્લુ સ્વેટશર્ટ અને સ્કાય બ્લુ પેન્ટમાં જોવા મળી હતી.
View this post on Instagram
આ ત્રણેયનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિષેક બચ્ચન એરપોર્ટથી બહાર નીકળતો જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ ઐશ્વર્યા તેની પાછળ દીકરી આરાધ્યા સાથે બહાર આવતી જોવા મળી રહી છે. ત્રણેય કાર તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ઐશ્વર્યા અને આરાધ્યા પાપારાઝીને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે અને અભિષેક કારનો દરવાજો ખોલીને તેમની રાહ જુએ છે. અભિષેક પહેલા દીકરી અને પછી પત્નીને કારમાં બેસાડીને દરવાજો બંધ કરે છે અને પછી આગળની સીટ પર બેસે છે. ત્રણેય પોઝ આપ્યા ન હતા, પરંતુ વીડિયોમાં એક સાથે ખૂબ ખુશ દેખાતા હતા.
આરાધનાએ મસ્તી કરવાનું શરૂ કર્યું
અગાઉ આરાધ્યા પાપારાઝીને જોઇને પોતાની માતાનો હાથ પકડીને નર્વસ જોવા મળી હતી ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી પાપારાઝી સાથે તે ખૂબ જ ફ્રેન્ડલી રહી છે. વીડિયોમાં ઐશ્વર્યા ચાલી રહી છે અને આરાધ્યા આગળ કૂદી પડે છે, ઐશ્વર્યા તેને પૂછે છે કે શું કોઇએ ધક્કો માર્યો? તેનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વધુને વધુ વાયરલ થઇ રહ્યો છે અને ચાહકો પણ તેના પર ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે. યુઝર્સે લખ્યું છે કે તેઓ સાથે સારા લાગે છે, હંમેશા સાથે જ રહે છે.
અનંત અંબાણીએ પહેરી એવી ઘડિયાળ જે દુનિયામાં માત્ર ત્રણ, કિંમત ૨૨ કરોડ; શું છે એમાં ખાસ?
Bigg Boss 18: નોમિનેશનમાં થયો ઉલટફેર! આ કન્ટેસ્ટન્ટ્સ પર લટકી એલિમિનેશનની તલવાર
વીર સાવરકર વિશે 3 મહત્વની વાતો, જેને વર્ષોથી દેશથી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
જો કે આ લોકો વેકેશન પર ક્યાં ગયા તે જાણી શકાયું નથી. તાજેતરમાં જ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન પણ નવા વર્ષની સહેલગાહેથી પરત ફર્યા છે. આ દરમિયાન જયા બચ્ચનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે કોઇના પર ગુસ્સે થતી જોવા મળી રહી છે. અત્યાર અગાઉ આરાધ્યાની સ્કૂલના એન્યુઅલ ડે ફંકશનમાં ઐશ્વર્યા અને અભિષેક હાથ પકડેલા જોવા મળ્યા હતા.