Entertainment News : બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાનના પ્રેમ નફરતના સંબંધોને દુનિયા જાણે છે. એક સમયે એકબીજાના પ્રેમમાં ડૂબેલું આ કપલ હવે એકબીજાનો સામનો કરતાં ખચકાય છે. બંને હંમેશા એકબીજાથી અંતર જાળવે છે. ગત રોજ મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં ઐશ્વર્યા અને સલમાન એક જ છત નીચે હાજર હતા. પરંતુ ઐશ્વર્યાએ આ પાર્ટી બહુ વહેલી છોડી દીધી હતી, જેને જોઇને ફેન્સને નવાઇ લાગી હતી.
આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે સલમાનની પાર્ટીમાં જોડાવાના કારણે ઐશ્વર્યાએ પાર્ટી વહેલી છોડી દીધી હતી. પાર્ટી બાદ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં મનીષ મલ્હોત્રા પોતાની ખાસ મહેમાન ઐશ્વર્યાને કાર સુધી મુકવા માટે સામે આવે છે અને પાપારાઝી માટે પોઝ પણ આપે છે. હવે એક નજીકના સૂત્રએ ઐશ્વર્યાની દિવાળી પાર્ટીમાંથી વહેલી બહાર નીકળવાની વાત વિશે સત્ય જણાવ્યું છે.
View this post on Instagram
ગુજરાતના બે-બે પૂર્વ મુખ્યમંત્રી સાથે એક જ દિવસે ભયંકર અકસ્માત, રૂપાણી અને મહેતા માંડ-માંડ બચ્યા
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ઐશ્વર્યાએ પાર્ટી અગાઉથી જ છોડી દેવી પડી હતી, કારણ કે તે બચ્ચન પરિવાર વિના એકલી જ પાર્ટીનો હિસ્સો બની ગઈ હતી. મનીષ મલ્હોત્રા સાથે ઐશ્વર્યાનો ખૂબ જ મજબૂત બોન્ડ છે. એટલા માટે તે થોડા સમય માટે પાર્ટીમાં આવી હતી. ઐશ્વર્યાની વાત કરીએ તો દિવાળી પાર્ટીમાં જ્યારે તે એકલી પહોંચી ત્યારે તેના અને બચ્ચન પરિવાર વચ્ચેના સંબંધો પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે તેમના પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હોઈ શકે છે. હવે તે બચ્ચન પરિવાર સાથે ઐશ્વર્યાના સંબંધો વિશે સત્ય કહી શકે છે.