Baby John Collection : ક્રિસમસના આગલા દિવસે રિલીઝ થયેલી ફિલ્મ ‘બેબી જોન’ દર્શકોને થિયેટર સુધી ખેંચવામાં નિષ્ફળ નિવડી રહી હોય તેમ લાગી રહ્યું છે. એટલીને આ રિમેક ફિલ્મથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ ફિલ્મના કલેક્શનને જોતા લાગે છે કે તમિલ બ્લોકબસ્ટર ફિલ્મ ‘થેરી’ને હિન્દી દર્શકો તરફથી ખાસ પ્રેમ નથી મળી રહ્યો. રિલીઝના બીજા દિવસથી જ ફિલ્મની કમાણીમાં ઘટાડો થઈ રહ્યો છે અને ચોથા દિવસે ‘બેબી જ્હોન’નું કલેક્શન સિંગલ ડિજિટમાં જ રહ્યું હતું.
160 કરોડના બજેટમાં બનેલી વરુણ ધવન, કીર્તિ સુરેશ, વામિકા ગબ્બી સ્ટારર ફિલ્મ બોક્સ-ઓફિસ પર ફ્લોપ થતી દેખાય છે. ચાર દિવસની કમાણી બાદ આ ફિલ્મ તેની કિંમતની નજીક પણ પહોંચી નથી. ચોથા દિવસે ‘બેબી જ્હોન’એ બોક્સ-ઓફિસ પર 4.25 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ સાથે જ હવે ફિલ્મનું કુલ કલેક્શન 23.90 કરોડ થઈ ગયું છે.
બીજા દિવસથી જ ધીમી પડી ગતિ
સાક્ષીનિલ્કની રિપોર્ટ મુજબ, ‘બેબી જોન’ એ ઓપનિંગ ડે એટલે કે 25 ડિસેમ્બરના રોજ 11.25 કરોડ રૂપિયા કમાયા. બીજા દિવસે ફિલ્મની કમાણીમાં ભારે ઘટાડો નોંધાયો જેની સાથે કલેક્શન સિંગલ ડિજિટમાં પહોંચી ગયું. ત્રીજા દિવસે એટલે કે શુક્રવારે પણ ફિલ્મે 3.65 કરોડ રૂપિયા કમાયા. જેથી બેબી જોનનો ત્રણ દિવસનો બોક્સ ઓફિસ કલેક્શન 19.65 કરોડ રૂપિયા રહ્યો.
સચિન તેંડુલકરને મળ્યો આ મોટું સન્માન, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે થયું એલાન
શીખ ધર્મમાં અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવે છે, તેમના રિવાજો હિંદુઓથી કેટલા અલગ છે?
સાઉથથી મળ્યો ટક્કર
અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલની ‘પુષ્પા 2: ધ રૂલ’થી વરુણ ધવનની ફિલ્મને જબરદસ્ત ટક્કર મળી છે. ‘પુષ્પા 2’ ના કહેર વચ્ચે હવે ‘બેબી જોન’ને સાઉથની બીજી ફિલ્મ ‘માર્કો’થી પણ ટફ કોમ્પિટિશન મળી રહ્યું છે.