Charu Asopa Rajeev Sen Divorce: બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનની ભાભી અને ટીવી એક્ટ્રેસ ચારુ આસોપા ફરી એકવાર રાજીવ સેન સાથે ડિવોર્સના સમાચારને લઈને ચર્ચામાં આવી છે. ચારુ અને રાજીવના ખરાબ સંબંધો લાંબા સમયથી ચર્ચામાં છે. હાલમાં જ ચારુ અસોપા અને રાજીવ સેનનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કપલ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોને લાગ્યું કે હવે ચારુ અને રાજીવ વચ્ચે બધુ બરાબર છે, પરંતુ આ દરમિયાન હવે એક્ટ્રેસે ફરી એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ચારુએ કહ્યું કે તે રાજીવથી છૂટાછેડા લઈ રહી છે.
એક અહેવાલ મુજબ ચારુ અસોપાએ કહ્યું છે કે તે તેના પતિ રાજીવ પાસે પરત નથી આવી રહી. તેણે જણાવ્યું કે રાજીવ સાથે તેના છૂટાછેડાની કાર્યવાહી ચાલી રહી છે, જે જૂનમાં પૂર્ણ થશે. રિપોર્ટ અનુસાર, તેણે કહ્યું, ‘રાજીવ અને મેં અલગ થવાનો નિર્ણય બદલ્યો નથી. અમે કાઉન્સેલિંગ કર્યું છે અને જૂન સુધી છ મહિનાના કુલિંગ-ઑફ પીરિયડ પર છીએ.
ચારુ અસોપાએ વધુમાં કહ્યું કે છૂટાછેડા વચ્ચે, તે ખૂબ જ ખુશ છે કે રાજીવ તેની પુત્રી જીઆના સાથે સમય વિતાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે. જ્યારે પણ તેને સમય મળે છે, તે જિયાના સાથે રમે છે અને તેને પૂરો સમય આપે છે. તે મારા માટે સારું હતું.
આ 4 રાશિની છોકરી તમને પત્ની તરીકે મળી હોય તો સમજો બેડો પાર, પતિને રાજાથી પણ વિશેષ રીતે રાખે
ચારુ આસોપાએ એ પણ જણાવ્યું કે કોની સલાહ પર તેણે રાજીવ સાથે ડાન્સ કર્યો. ચારુએ કહ્યું, ‘અમે કાકી એટલે કે વરની માતાના કહેવા પર પરફોર્મ કર્યું હતું. વાતાવરણ સારું હતું, બધા ખુશ હતા. બીજી તરફ, મેં મારા સસરાની સલાહથી આ લગ્નમાં હાજરી આપી હતી. બાબા એટલે કે રાજીવના પિતાએ ખૂબ પ્રેમથી કહ્યું કે જિયાના પણ આવે તો સારું. મારે તેની ઈચ્છા પૂરી કરીને લગ્નમાં હાજરી આપવાની હતી.