Siddharth Anand On Deepika’s Orange Bikini: શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ પહેલા જ ઘણા વિવાદોમાં રહી હતી. ખાસ કરીને ફિલ્મના ગીત બેશરમ રંગમાં દીપિકા પાદુકોણની ઓરેન્જ બિકીનીએ ભારે હોબાળો મચાવ્યો હતો. જો કે, ફિલ્મની રિલીઝ દરમિયાન, તેની ટીમે તેના પર મૌન જાળવવાનું વધુ સારું માન્યું. હવે આ અંગે ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થ આનંદે પોતાની પ્રતિક્રિયા આપી છે.
દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે આખરે ભગવા બિકીની વિવાદ પર ખુલીને ખુલાસો કર્યો કે તેણે આ રંગ કેમ પસંદ કર્યો એના વિશે પણ માહિતી આપી હતી. ફિલ્મ નિર્માતાએ વાત કરી અને કહ્યું કે તેણે આ પોશાક એકદમ રેન્ડમલી પસંદ કર્યો છે અને તેણે તેમાં બહુ વિચાર કર્યો નથી. રંગ સારો દેખાતો હતો અને તડકો હતો, વાદળી પાણીની પૃષ્ઠભૂમિ સામે ઘાસ લીલું હતું અને ભગવા રંગ સારો દેખાતો હતો. ફિલ્મ નિર્માતાએ સ્પષ્ટતા કરી હતી કે તેનો ઈરાદો ખોટો નહોતો.
આ દરમિયાન સિદ્ધાર્થ આનંદે એમ પણ કહ્યું કે જે રીતે દર્શકો ફિલ્મ જોવા માટે થિયેટરોમાં ઉમટી પડ્યા હતા તે સાબિતી આપે છે કે બોયકોટ સંપૂર્ણપણે ખોટો હતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે એકવાર લોકો સ્ટાર કે ફિલ્મનો બહિષ્કાર કરે છે, તો તેઓ એ નથી જોતા કે તેનાથી કેટલા જીવન પ્રભાવિત થાય છે. ખાસ કરીને જેઓ ફિલ્મ પર નિર્ભર છે. ફિલ્મના સેટ પર દરરોજ ઓછામાં ઓછા 300 લોકો કામ કરે છે અને તે પછી ઘણા વધુ લોકો VFX પર કામ કરે છે. તેથી, લોકો માટે વધુ વિચાર કર્યા વિના બહિષ્કારનું આહ્વાન કરવું સરળ છે.
જો તમે પણ મચ્છર ભગાડવાની અગરબત્તી કરીને સુઈ જતા હોય તો સાવધાન, 6 લોકોના મોતથી આખા દેશમાં ફફડાટ
પઠાણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી
જો કે, એ બીજી વાત છે કે આ બહિષ્કારની ફિલ્મ પર કોઈ અસર જોવા મળી નથી અને ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ બનાવ્યા. ફિલ્મમાં દીપિકા પાદુકોણની ઓરેન્જ બિકીનીને લઈને ઘણો વિવાદ થયો હતો અને તેનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો પરંતુ ફિલ્મની રિલીઝ પછી બધું બદલાઈ ગયું હતું કારણ કે તે હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. ‘પઠાણ’ની સફળતા બાદ સિદ્ધાર્થે ફરી દીપિકા સાથે તેની આગામી ફિલ્મ ‘ફાઈટર’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં અભિનેત્રી સાથે રિતિક રોશન અને અનિલ કપૂર છે.