ઘરેથી તો નીકળી ગઈ પણ પછી બધું દેખાઈ ગયું, આટલી અભિનેત્રીઓના હીરોએ માંડ-માંડ અંગ ઢાક્યા, બાકી જગજાહેર….

Lok Patrika
By Lok Patrika
Share this Article

ઘણીવાર અભિનેત્રીઓ એવા કપડા પહેરે છે જેના કારણે તેઓ ઓપ્સ મોમેન્ટનો શિકાર બને છે. કેટલીક અભિનેત્રીઓ લોકોની સામે શરમ અનુભવે છે તો કેટલીક અભિનેત્રીઓ પોતાના કો-સ્ટાર્સની મદદ લે છે. આવો એક નજર કરીએ એવા કલાકારો પર જેમણે પોતાના કો-સ્ટાર્સને દુનિયા સામે અપમાનિત થતા બચાવ્યા.

લિગર સ્ટાર વિજય દેવરાકોંડા તેની કો-સ્ટાર અનન્યા પાંડે સાથે પ્રેસને સંબોધિત કરી રહ્યા હતા. આ સમયે અભિનેત્રીએ હાઈ થાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો. જેમાં અભિનેતાએ કાળજીપૂર્વક અભિનેત્રીની ખુરશી પોતાની તરફ ફેરવી અને અભિનેત્રીને ઓપ્સ મુમેન્ટનો શિકાર થતાં બચાવી લીધી.

કાર્તિક આર્યન ફિલ્મ ભૂલ ભુલૈયા 2ના પ્રમોશન દરમિયાન પણ કંઈક આવું જ કર્યું હતું. ફિલ્મ સ્ટાર પ્રેસ કોન્ફરન્સના અંત પછી અભિનેત્રી કિયારા અડવાણીને ઉઠે તે પહેલાં તેની પાસે આવી ગયો હતો અને તેને ઓપ્સ મુમેન્ટનો શિકાર થતાં બચાવી હતી. કાર્તિક આર્યનની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી.

દિશા પટણી નાના ડ્રેસમાં રેમ્પ વોક કરવાની હતી. પરંતુ ફ્લોર સંપૂર્ણપણે કાચનો હતો. ત્યારબાદ ટાઈગર શ્રોફે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને દિશાને આવા નાના કપડામાં રેમ્પ પર ન ચાલવાની સલાહ આપી હતી, જેના કારણે દિશા ઓપ્સ મોમેન્ટનો શિકાર બનવાથી બચી ગઈ હતી.

ફિલ્મ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ અભિનેત્રી પરિણીતી ચોપરાને એક ઈવેન્ટમાં તેનો ડ્રેસ ઠીક કરવામાં મદદ કરી હતી. આ સમયે અભિનેતા પાછળથી તેની કલિગ પરિણીતી ચોપરાની બોડીસને ઠીક કરતો જોવા મળ્યો હતો. જેથી પાપારાઝીના કેમેરામાં ઓપ્સ મોમેન્ટ કેદ ન થાય.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly