Bollywood News: બોલિવૂડની આગામી ફિલ્મ કલ્કી 2898 એડી ટૂંક સમયમાં 27મી જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જ્યારે આ પહેલા 19મી જૂને મુંબઈમાં પ્રી-રિલિઝ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં અમિતાભ બચ્ચન, પ્રભાસ, કમલ હસન અને દીપિકા પાદુકોણ સહિતની આખી સ્ટાર કાસ્ટ હાજરી આપવા પહોંચી હતી. આ દરમિયાન પ્રભાસ અને બિગ પણ સ્ટેજ પરથી નીચે આવતા દીપિકાને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા.
સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ કલ્કી ફિલ્મમાં દમદાર અંદાજમાં જોવા મળવાનો છે, જ્યાં તે ઈવેન્ટમાં પહોંચતા જ મીડિયાની ભીડ લાગી ગઈ હતી. આ દરમિયાન પ્રભાસ બ્લેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો અને તેણે સ્મિત સાથે બધાનું સ્વાગત કર્યું.
તમને જણાવી દઈએ કે, આ ભવ્ય ઈવેન્ટ મુંબઈના જુહુમાં આવેલી નોવોટેલ હોટલમાં થઈ રહી છે. જ્યાં ફિલ્મના અશ્વત્થામા એટલે કે બિગ બી અમિતાભ બચ્ચને પણ ભવ્ય એન્ટ્રી લીધી હતી. ઈવેન્ટની શરૂઆતમાં ફિલ્મને લગતા અલગ-અલગ પ્રમોશનલ વીડિયો બતાવવામાં આવ્યા હતા.
સોનાક્ષી સિંહાના લગ્નની અંદરની વિગતો બહાર આવી, સેલિબ્રેશન અંબાણી કરતાં જરાય ઓછું નહીં હોય!
માત્ર 14 દિવસમાં ડુંગળીના ભાવ 50% વધ્યા, ચૂંટણી પૂરી થતા જ ભડકો થયો, જાણો હજુ કેટલા વધશે?
સરકાર બનતાની સાથે જ બેંક કર્મચારીઓની બલ્લે બલ્લે, 16% DA વધારાની ભેટ, ફટાફટ જાણી લો ફાયદાની વાત
આ ઈવેન્ટમાં દીપિકા જ્યારે સ્ટેજ પરથી નીચે આવી ત્યારે પ્રભાસ અને રાણા દગ્ગુબાતી તેને સંભાળતા જોવા મળ્યા હતા. આ દરમિયાન અમિતાભ બચ્ચનની મસ્તીથી ભરપૂર સ્ટાઈલ જોવા મળી હતી.