મુકેશ અંબાણી કરી રહ્યા છે રાખી સાવંતના માતાની સારવારમાં મદદ, રાખીએ કર્યા એક પછી એક ચોંકાવનારા દાવા

Lok Patrika Desk
Lok Patrika Desk
3 Min Read
Share this Article

ડ્રામા ક્વીન રાખી સાવંત આ દિવસોમાં આદિલ ખાન દુર્રાની સાથેના લગ્નને લઈને ચર્ચામાં છે. પહેલા આદિલ આ લગ્ન માટે સહમત ન હતો જ્યારે હવે આદિલ લગ્ન માટે રાજી થઈ ગયો છે. બીજી તરફ અભિનેત્રી તેની માતાને લઈને ચિંતિત છે.

રાખીની માતાને બ્રેઈન ટ્યુમર છે

અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેની માતા હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે. રાખીએ જણાવ્યું કે તેની માતા તેને ઓળખી પણ રહી નથી અને હોશમાં પણ નથી. રાખીની માતાને બ્રેઈન ટ્યુમર છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

અંબાણી તેની માતાની સારવારમાં મદદ કરી રહ્યા છે

હવે રાખી સાવંતે નવા વીડિયોમાં દાવો કર્યો છે કે અંબાણી તેની માતાની સારવારમાં મદદ કરી રહ્યા છે અને ઓછામાં ઓછું બિલ બનાવવામાં આવી રહ્યું છે. હાલ રાખી સાવંતનો એક વીડિયો શેર કરવામા આવી રહ્યો છે. આ વીડિયોમા તેણે મુકેશ અંબાણીનો આભાર માન્યો છે અને કહ્યું છે- “હું આભાર માનવા માંગુ છું, અંબાણીજી હોસ્પિટલમાં મદદ કરી રહ્યા છે. મમ્મી તો ઓળખી પણ નથી શકતી. રાખી સાવંતે એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે જ્યારે તે 11 વર્ષની હતી ત્યારે તેણે અનિલ અંબાણી અને ટીના મુનીમના લગ્નમાં 50 રૂપિયામાં ભોજન પીરસ્યું હતું.

અનિલ અંબાણીના લગ્નમાં ભોજન પીરસ્યું હતું

અભિનેત્રી તે સમયે ગરીબી અને મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી અને તેને પૈસાની સખત જરૂર હતી. રાખી સાવંતે આ અગાઉ દાવો કર્યો હતો કે સલમાન ખાને આદિલ દુર્રાનીને ફોન કરીને લગ્ન સ્વીકારવાનું કહ્યું હતું.

સલમાન ખાને આદિલને ફોન કરીને લગ્ન સ્વીકારવાનું કહ્યું

ત્યારબાદ આદિલે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં રાખી સાથેના લગ્ન સ્વીકારી લીધા હતા. રાખી સાવંતે પહેલા રડતા રડતા કહ્યું હતું કે આદિલ તેની સાથે લગ્ન કરવા માટે રાજી નથી અને તેની માતા હોસ્પિટલમાં દાખલ છે, તેને આ અંગે કંઈ ખબર પણ નથી.

એપલ વોચે બચાવી લીધો મહિલાનો જીવ, હ્રદય પણ બંધ થઈ ગયુ હતુ, ડૉક્ટરો પણ દંગ રહી ગયા!

18 જાન્યુઆરીથી બુધ આ ત્રણ રાશિઓ પર વિશેષ કૃપા વરસાવશે, વર્ષોથી અટકેલા કામો થઈ જશે પૂરા, જાણો તમારી રાશિ વિશે

આ વસ્તુને ઘરમાં રાખવાથી તમારું ભાગ્ય ચમકી જશે, રૂપિયાનો વરસાદ થશે, માતા લક્ષ્મીની રહેશે કાયમ કૃપા

રાખીએ રડતા રડતા કહ્યું કે જો તેની માતાને આ બધું ખબર પડશે તો તે ભાંગી જશે, ખબર નહીં તેના પર તેની શું અસર થશે. રાખીએ કહ્યું કે તેણીએ આદિલના પરિવારના સભ્યો સાથે વાત કરી હતી અને તેઓ ખૂબ સારા છે, તેણીએ આદિલને સમજાવ્યું.


Share this Article
Leave a comment