અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ ‘પુષ્પા-2’ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. રજૂ થતાંની સાથે જ આ ફિલ્મે બોક્સ ઑફિસ પર તોફાન મચાવવામાં સફળતા મેળવી હતી. આ ફિલ્મે હવે 1400 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. પુષ્પા-2 આ વર્ષે 2024ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મને રિલીઝ થયાને 16 દિવસથી વધુ સમય થઈ ગયો છે. હવે ઓટીટી પર લોકોની આ ફિલ્મ જોવાની રાહ તેજ થઈ ગઈ છે.
પરંતુ ઓટીટીની રાહ જોઈ રહેલા દર્શકો માટે એક ખરાબ સમાચાર છે. આ ફિલ્મ ટૂંક સમયમાં ઓટીટી પર જોવા મળવાની નથી. ફિલ્મના પ્રોડક્શન હાઉસે જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તાજેતરમાં ‘પુષ્પા 2: ધ રૂલ’ના પ્રોડક્શન હાઉસ, મૈત્રી મૂવીઝે તેના ઓફિશિયલ એક્સ (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર શેર કર્યું હતું કે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયા પછી 56 દિવસ સુધી કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે નહીં.
“#Pushpa2TheRule ઓટીટી રિલીઝ વિશે અફવાઓ ઉડી રહી છે. આ સૌથી મોટી રજાની મોસમમાં મોટા પડદા પર #पुष्पा2 ફક્ત સૌથી મોટી મૂવીનો આનંદ માણો. તે ૫૬ દિવસ પહેલાં કોઈ પણ ઓટીટી પર નહીં હોય! આ #WildFirePushpa વિશ્વભરના થિયેટરોમાં જ છે. ‘
ફિલ્મની કમાણીના હોશ ઉડી ગયા
‘પુષ્પા-2’નો પહેલો ભાગ 2021માં રિલીઝ થયો હતો. આ ફિલ્મનો પહેલો ભાગ સુપર હિટ રહ્યો હતો. આ ભાગનો ક્રેઝ નોર્થથી સાઉથ પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મે લગભગ 350 કરોડની કમાણી કરી હતી. આ પછી દર્શકો તેના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ વર્ષે ‘પુષ્પા-2’ 2024માં રિલીઝ થઈ હતી અને તેણે બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો જમાવ્યો હતો. આ ફિલ્મે પહેલા જ અઠવાડિયામાં 725 કરોડની કમાણી કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ પછી, આ ફિલ્મે અત્યાર સુધીમાં 15 દિવસમાં વિશ્વભરમાં 1416 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મે રોજ સરેરાશ 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પુષ્પા-2ના કલેક્શને મેકર્સને અમીર બનાવી દીધા છે.
મંજુલિકા જેવા કપડા પહેરીને સ્ટેજ પર આવી યુવતી, પછી કર્યો આવો ડાન્સ- વીડિયો વાયરલ
પીએમ મોદી કુવેત માટે રવાના, ૪૩ વર્ષ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો પહેલો પ્રવાસ, જાણો પુરો કાર્યક્રમ
એરટેલના આ ગ્રાહકોને હવે ZEE5ની મફત ઍક્સેસ મળશે, હજારો મૂવીઝનો આનંદ માણી શકશે
મેકર્સ ત્રીજા ભાગની તૈયારી કરી રહ્યા છે
તમને જણાવી દઈએ કે આ ફિલ્મને 3 ભાગમાં રિલીઝ કરવાની યોજના હતી. આ ફિલ્મનો પહેલો ભાગ હિટ રહ્યો હતો અને બીજો ભાગ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. ‘પુષ્પાઃ ધ બિગિનિંગ’ બાદ ‘પુષ્પા: ધ રુલ’ પણ લોકોને પસંદ આવી છે. હવે આ ફિલ્મનો ત્રીજો અને અંતિમ ભાગ પણ દર્શકો માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મનું નામ ‘પુષ્પા – ધ રામપેજ’ હશે. જો કે હજુ સુધી આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી. પરંતુ ટૂંક સમયમાં વધુ માહિતી સામે આવી શકે છે.