ભારતની અગ્રણી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓમાંની એક ભારતી એરટેલ (એરટેલ)એ આજે ZEE5 ઓટીટી પ્લેટફોર્મ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આકર્ષક ડિજિટલ કન્ટેન્ટ હવે એરટેલના વાઇ-ફાઇ ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે. ZEE5 ગ્રાહકોને તેમના એરટેલ વાઇફાઇ પ્લાનના ભાગ રૂપે ૬૯૯ રૂપિયા અથવા તેથી વધુના પ્લાન પર કોઈ વધારાના ચાર્જ વિના ઉપલબ્ધ થશે.
આ ભાગીદારી સાથે, ઝી 5 ની વિશિષ્ટ સામગ્રી, જેમાં ઓરિજિનલ શો, ચાર્ટબસ્ટર ટાઇટલ, ઓટીટી મૂવીઝ અને વિવિધ ભાષાઓમાં શ્રેણીનો સમાવેશ થાય છે, તે હવે એરટેલ વાઇફાઇ પર દર્શકોને ઉપલબ્ધ થશે. આ ગ્રાહકોને ડિજિટલ સામગ્રીની મોટી સૂચિ આપશે. સેમ બહાદુર, આરઆરઆર, સિર્ફ એક બંદા કાફી હૈ, મનોરથંગલ, વિક્ટકવી, ધ ક્રોનિકલ્સ ઓફ અમરગિરી, અંધમ વેધામ, ઇલેવન ઇલેવન અને અન્ય જેવા લોકપ્રિય ટાઇટલ સાથે, એરટેલ વાઇફાઇ ગ્રાહકો હવે 1.5 લાખથી વધુ કલાકના વિશાળ કન્ટેન્ટ રિપોઝિટરીનો આનંદ માણી શકે છે.
ભારતી એરટેલના ચીફ માર્કેટિંગ ઓફિસર અને કસ્ટમર એક્સપિરિયન્સના ઇવીપી અમિત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, “પાર્ટનરશિપ એરટેલના ડીએનએનો ભાગ છે અને અમને ZEE5 સાથે ભાગીદારી કરવામાં આનંદ થાય છે. અમારા ગ્રાહકોને વૈશ્વિક ડિજિટલ કન્ટેન્ટ ઇકોસિસ્ટમ પહોંચાડવાના અમારા પ્રયત્નોમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. ZEE5 ની સમૃદ્ધ લાઇબ્રેરી અમારા સામગ્રી પોર્ટફોલિયોમાં ઉંડાઈ ઉમેરે છે અને અમારા ગ્રાહકના અનુભવને વધુ વધારે છે. અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા માટે અમારા સામગ્રી પોર્ટફોલિયોને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. ‘
ZEE5 ના ચીફ બિઝનેસ ઓફિસર મનીષ કાલરાએ કહ્યું, ‘ZEE5 પર, અમારી હંમેશા એવી કોશિશ રહી છે કે ઉચ્ચ-ગુણવત્તાવાળા મનોરંજનનો અક્સેસ બધા સુધી પહોંચે, જેથી અમારી વિવિધ કન્ટેન્ટ લાઇબ્રેરીને દર્શકો સુધી પહોંચાડી શકાય. એરટેલ સાથેનો આ સહયોગ અમારા આ વચનને વધુ મજબૂત કરે છે કે અમે દર્શકોને અલગ-અલગ શૈલીઓ, ભાષાઓ અને ફોર્મેટ્સમાં એક સહજ મનોરંજન અનુભવ પૂરો પાડીએ.’
એરટેલ Wi-Fi ના પ્લાન્સ
એરટેલના ૬૯૯ રૂપિયા વાળા પ્લાનમાં ૪૦ એમબીપીએસ સુધીની સ્પીડ સાથે ૩૫૦+ ચેનલ્સ (એચડી) અને ZEE5, ડિઝ્ની+હોટસ્ટાર, ૨૨+ ઓટીટી અને અનેક બેનિફિટ્સ મળશે.
એરટેલના ૮૯૯ રૂપિયા વાળા પ્લાનમાં ૧૦૦ એમબીપીએસ સુધીની સ્પીડ સાથે ૩૫૦+ ચેનલ્સ (એચડી) અને ZEE5, ડિઝ્ની+હોટસ્ટાર, ૨૨+ ઓટીટી અને અનેક બેનિફિટ્સ મળશે.
એરટેલના ૧,૦૯૯ રૂપિયા વાળા પ્લાનમાં ૨૦૦ એમબીપીએસ સુધીની સ્પીડ સાથે ૩૫૦+ ચેનલ્સ (એચડી) અને ZEE5, ડિઝ્ની+હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ, ૨૨+ ઓટીટી અને અનેક બેનિફિટ્સ મળશે.
એરટેલના ૧,૫૯૯ રૂપિયા વાળા પ્લાનમાં ૩૦૦ એમબીપીએસ સુધીની સ્પીડ સાથે ૩૫૦+ ચેનલ્સ (એચડી) અને ZEE5, ડિઝ્ની+હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ, ૨૨+ ઓટીટી અને અનેક બેનિફિટ્સ મળશે.
કેનેડામાં રહેતા ભારતીયો માટે લોટરી લાગી! જસ્ટિન ટ્રુડોના આ નિર્ણયથી મળી શકે છે સ્થાયી નાગરિકતા
અદાણી ગ્રુપ સામે યુએસ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીમાં સામેલ જજ રાજીનામું આપશે
એરટેલના ૩,૯૯૯ રૂપિયા વાળા પ્લાનમાં ૧ જીબીપીએસ સુધીની સ્પીડ સાથે ૩૫૦+ ચેનલ્સ (એચડી) અને ZEE5, ડિઝ્ની+હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ, ૨૨+ ઓટીટી અને અનેક બેનિફિટ્સ મળશે.
એરટેલ વાઇફાઇ ગ્રાહકો મફત ઓફરનો લાભ એરટેલ થેંક્સ એપ દ્વારા લઇ શકે છે. ZEE5 ને મોજૂદા પ્લેટફોર્મ્સ જેવા કે Amazon Prime, Netflix અને Hotstar સાથે જોડવાથી, એરટેલ વાઇફાઇ ગ્રાહકો પાસે હવે મનોરંજનના શ્રેષ્ઠ વિકલ્પોનો ભંડાર ઉપલબ્ધ છે.