કેટલાક લોકોને ફોનને વારંવાર રિચાર્જ કરવાનું પસંદ નથી. એટલા માટે તેઓ રિચાર્જ પ્લાનને પ્રાધાન્ય આપે છે, જેમાં લાંબી વેલિડિટીની સાથે સાથે કોલિંગ અને ડેટા બેનિફિટ્સ પણ મળે છે. દેશની મોટી મોટી કંપનીઓ રિચાર્જ પ્લાન ઓફર કરે છે જેમાં આ તમામ લાભ એક સાથે મળે છે. આ પ્લાન્સ સાથે કંપનીઓ ઓફરમાં ઓટીટી પ્લેટફોર્મ પર ફ્રી સબ્સક્રિપ્શન પણ આપે છે. ચાલો આજે જાણીએ જીયો, એરટેલ અને વોડાફોન આઇડિયાના આવા જ રિચાર્જ પ્લાન વિશે.
એરટેલનો 3,999 રૂપિયાનો પ્લાન
આ 365 દિવસનો વેલિડિટી પ્લાન છે. આમાં યૂઝર્સને અનલિમિટેડ 5G ઇન્ટરનેટની સાથે સાથે રોજ 2.5GB ડેટા પણ મળશે. કંપની આ પ્લાનમાં દરરોજ અનલિમિટેડ ફ્રી કોલિંગ અને 100 ફ્રી એસએમએસ પણ આપી રહી છે. આ સાથે એરટેલ એક્સ્ટ્રીમ અને ડિઝની હોટસ્ટાર મોબાઇલનું એક વર્ષનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે.
જિયોનું 3,999 રૂપિયાનું રિચાર્જ
રિલાયન્સ જિયો એરટેલ જેવો વાર્ષિક પ્લાન પણ આપે છે. એરટેલની જેમ યૂઝર્સને દરરોજ 2.5GB ડેટા, ફ્રી અનલિમિટેડ કોલિંગ અને ડેલી 100 ફ્રી એસએમએસ આપવામાં આવે છે. આમાં કંપની ફેનકોડનું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે. જો કોઈ યુઝર આ પ્લાનને ફેનકોડના સબ્સક્રિપ્શન વગર લેવા માંગે છે, તો તેને 3,599 રૂપિયા ચૂકવવા પડશે. જિયોના 3,599 રૂપિયાના રિચાર્જમાં 365 દિવસની વેલિડિટી, દરરોજ 2.5 જીબી ડેટા અને ફ્રી અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ પ્લાનમાં કોઈ ઓટીટી સબ્સ્ક્રિપ્શન નહીં હોય.
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે ચોરીની ઘટના બની, હીરાનો હાર-રોકડ ચોરી કરનાર આરોપીની ધરપકડ
સરકાર માર્ગ અકસ્માત પીડિતોને મદદ કરશે, લાખો સુધીની મફત સારવાર મળશે
નાગપુર બાદ મુંબઈમાં પણ HMPVનો કેસ મળ્યો, 6 મહિનાની બાળકીમાં વાયરસના લક્ષણો જોવા મળ્યા
વોડાફોન આઈડિયા (VI) 3,699 રિચાર્જ પ્લાન
વીઆઈ આ વાર્ષિક પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા, મફત અનલિમિટેડ કોલ્સ અને દરરોજ 100 એસએમએસ આપે છે. તે ડેટા રોલઓવર સુવિધા પણ પ્રદાન કરે છે. આ સિવાય કંપની વિના મૂલ્યે દર મહિને 2જીબી એક્સ્ટ્રા ડેટા પણ આપે છે. આ પ્લાન સાથે ડિઝની હોટસ્ટારનું એક વર્ષનું સબ્સક્રિપ્શન એકદમ ફ્રી છે.