રાશન જ નહીં, હવે એમ્બ્યુલન્સ પણ 10 મિનિટમાં તમારા ઘરે પહોંચી જશે. ક્વિક કૉમર્સ કંપની બ્લિન્કિટે પોતાની નવી ઇમરજન્સી સર્વિસ શરૂ કરી છે. ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોની સબ્સિડિયરી કંપનીએ હવે રોજિંદા માલની સાથે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડવાની પહેલ કરી છે. કંપનીએ દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં આ ઇમરજન્સી સેવા શરૂ કરી છે. ટૂંક સમયમાં જ તેને અન્ય શહેરોમાં પણ શરૂ કરવામાં આવશે. બ્લિંકિટના વડા આલ્બિંદર ઢીંડસાએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા આ અંગેની જાહેરાત કરી છે.
10 મિનિટમાં એમ્બ્યુલન્સ
બ્લિનિટના સીઇઓ અને સ્થાપકે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે, ‘એમ્બ્યુલન્સ ઇન 10 મિનિટ્સ’ શહેરોમાં ઝડપી અને વિશ્વસનીય એમ્બ્યુલન્સ સેવા પ્રદાન કરવાની દિશામાં અમારું પ્રથમ પગલું છે. ગુરુગ્રામના રસ્તાઓ પર આજથી એટલે કે 2 જાન્યુઆરીથી પહેલી 5 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ થશે. અમે ટૂંક સમયમાં આ સેવાને અન્ય ક્ષેત્રોમાં વિસ્તૃત કરીશું. બ્લિંકિટ એપ દ્વારા તમે બેઝિક લાઇફ સપોર્ટ (BLS) સાથે એમ્બ્યુલન્સ બુક કરાવી શકો છો.
Ambulance in 10 minutes.
We are taking our first step towards solving the problem of providing quick and reliable ambulance service in our cities. The first five ambulances will be on the road in Gurugram starting today. As we expand the service to more areas, you will start… pic.twitter.com/N8i9KJfq4z
— Albinder Dhindsa (@albinder) January 2, 2025
બેઝિક લાઇફ સપોર્ટથી સજ્જ હશે
સોશિયલ મીડિયા પર ઘણી વખત ક્વિક કોમર્સ અને ફૂડ ડિલિવરી પ્લેટફોર્મની ટીકા થઈ છે, જેમાં ઘણા નેટિઝન્સ એમ્બ્યુલન્સ સેવાઓ લાવવાની સલાહ આપી રહ્યા છે. જોકે હવે બ્લિન્કિટે આ પહેલ કરીને અન્ય ક્વિક કોમર્સ પ્લેટફોર્મને અરીસો બતાવવાનું કામ કર્યું છે. પોતાની પોસ્ટમાં ઢીંડસાએ જણાવ્યું હતું કે બ્લિન્કિટની એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર, ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિ્ાલેટર્સ (એઇડી), સ્ટ્રેચર્સ, મોનિટર્સ, સક્શન મશીન અને બેઝિક લાઇફ સપોર્ટ માટે આવશ્યક ઇમરજન્સી દવાઓ અને ઇન્જેક્શન હશે.
લોકો આ આઈપીઓમાં રોકાણ કરી રહ્યા છે પૈસા, જીએમપી ₹80થી વધીને ₹95, હજુ પણ છે બોલી લગાવવાની તક
મિથુન અને સિંહ સહિત આ ચાર રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં મળી શકે છે સારી તકો
2 વર્ષમાં દરેક મુખ્ય શહેરમાં ઉપલબ્ધ
બ્લિંકિટની દરેક એમ્બ્યુલન્સમાં પેરામેડિક, એક સહાયક અને પ્રશિક્ષિત ડ્રાઇવર હશે, જેથી દર્દીઓને જરૂરી તબીબી સેવા મળી શકે. કંપનીના ફાઉન્ડરે પોતાની પોસ્ટમાં કહ્યું કે, તેમનું આ પગલું ફાયદા માટે નથી. આ મોટી સમસ્યાનું લાંબા સમય સુધી નિરાકરણ લાવી શકાય તે માટે અમે આ સેવા સસ્તા ભાવે આપીશું. કંપનીએ કહ્યું કે આગામી બે વર્ષમાં આ ઇમરજન્સી સેવા દેશના તમામ મોટા શહેરોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.