આ વર્ષે પોતાના જન્મદિવસે સલમાન ખાન આ ઉજવણીની ચુસ્ત સુરક્ષા વચ્ચે જામનગર પહોંચતા જોવા મળ્યા હતા. ખાન સાથે તેમના ૫૯ મા જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે શહેરમાં તેમના પરિવાર અને મિત્રો પણ હતા. બર્થ ડે પાર્ટી બાદ મોટાભાગના સભ્યો ઘરે પરત ફર્યા હતા પરંતુ ભાઇજાન અંબાણી ફેમિલી ઇવેન્ટમાં હાજરી આપવા માટે જામનગર રોકાયા હતા. એક ક્લીપમાં એ સમારંભમાં પહોંચીને શ્લોકા મહેતાને ઉષ્માભર્યું આલિંગન આપતો જોઇ શકાય છે.
અંબાણી પરિવારના કાર્યક્રમમાં સલમાન ખાનનું ભવ્ય સ્વાગત
તાજેતરમાં સલમાન ખાનના એક ફેન પેજે જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા આયોજિત એક વિશાળ ઇવેન્ટમાં પહોંચેલા અભિનેતાની ક્લીપ રિલિઝ કરી હતી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સુપરસ્ટાર બ્લેક શર્ટ અને બ્લેક પેન્ટમાં છે. આ સાથે તેણે ગ્રીન જેકેટ પણ પહેર્યું છે. ભાઇજાન આ ઇવેન્ટમાં પહોંચતા જ અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતાને મળ્યા હતા, જેણે તેનું સ્વાગત કરવા ઉભા થતાં જ તેને ઉષ્માભેર ગળે લગાવી હતી.
View this post on Instagram
એડ આ ફિલ્મમાં રિતિક સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે!
સલમાન ખાન વિશે એવા અહેવાલો છે કે તે ટૂંક સમયમાં રિતિક રોશન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતો જોવા મળશે. બંનેએ એક એડ ફિલ્મ માટે સહયોગ કર્યો છે. આ એડ ફિલ્મનું દિગ્દર્શન અલી અબ્બાસ ઝફર કરશે અને ટૂંક સમયમાં જ તે પ્રસારિત થશે. જો કે, આ અહેવાલો પર હજુ સુધી સત્તાવાર રીતે મહોર મારવામાં આવી નથી.
ઈપીએફઓ વર્ષ 2025માં આપવા જઈ રહી છે ઘણી નવી સુવિધાઓ, જાણીને થઈ જશો ખુશ
‘સિકંદર’ ધૂમ મચાવશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન ‘સિકંદર’માં રશ્મિકા મંદાના સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે. એ.આર.મુરુગાડોસ દિગ્દર્શિત અને સાજિદ નડિયાદવાલા દ્વારા સમર્થિત આ એક્શન ફિલ્મમાં પ્રતીક બબ્બર, સત્યરાજ અને શરમન જોશી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ઈદ ૨૦૨૫ ના પ્રસંગે થિયેટરોમાં આવશે. હાલ ‘સિકંદર’નું હાલમાં જ રિલીઝ થયેલું ટીઝર દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.