સલમાન ખાનનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, કહ્યું- મે પણ ટોયલેટ સાફ કર્યા છે, કોઈ કામ નાનું નથી હોતું

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Salman Khan host of Bigg Boss OTT 2: બિગ બોસ ઓટીટી સીઝન ૨ ( Bigg Boss OTT 2) ને વિજેતા મળ્યો છે. વળી, આ શો પર સલમાન ખાને (Salman Khan) સ્ટેજ પર આપેલું એક નિવેદન એકદમ વાયરલ થઈ રહ્યું છે. જ્યારે પૂજા ભટ્ટને (Pooja Bhatt) બિગ બોસના ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી, ત્યારે અભિનેતાએ પૂજાના શૌચાલયની સફાઇ પ્રત્યેના જુસ્સા વિશે વાત કરી હતી. સલમાને કહ્યું કે તેણે ક્યારેય ઘરના શૌચાલયને એટલું સ્વચ્છ નથી જોયું જેટલું પૂજાએ હંમેશા સ્વચ્છ રાખ્યું છે, તેણે ઉમેર્યું હતું કે આ સિઝનમાં શૌચાલયો એકદમ સ્વચ્છ રહ્યા છે અને પૂજાએ હંમેશાં પોતાનું કામ ખંતપૂર્વક કર્યું છે.

 

 

સલમાન ખાને શૌચાલય સાફ કરવાના જુસ્સા માટે પૂજાની પ્રશંસા કરી

આ દરમિયાન સલમાને બોર્ડિંગ સ્કૂલોમાં ટોઈલેટ સાફ કરવાની વાત પણ કરી હતી. જ્યારે તે જેલમાં હતો, ત્યારે તેણે પણ આ જ સફાઇ કરી હતી. આ શો દરમિયાન સલમાન ખાને એમ પણ કહ્યું હતું કે બિગ બોસ ઓટીટી પ્લેટફોર્મ એક ભારતીય રિયાલિટી શો બની ગયો છે. પહેલો શો બે અઠવાડિયા માટે વધારવામાં આવ્યો હતો. લાંબા સમયથી બિગ બોસને હોસ્ટ કરી રહેલા સલમાને આ શોની ઓટીટી સિઝનને પહેલીવાર હોસ્ટ કરી છે.

 

 

એક્ટરે કહ્યું- ‘કોઈ કામ નાનું નથી’

જણાવી દઈએ કે બિગ બોસ ઓટીટી સીઝન 2માં ફેન્સના પ્રેમે એલવીશ યાદવને જીત અપાવી હતી. ઘણા દિવસોથી આ શોના વિજેતા વિશે અટકળો લગાવવામાં આવી રહી હતી, જે આ સિઝનમાં ટ્રોફી જીતશે. મોટાભાગના લોકોની જીભ પર એલવીશ યાદવનું નામ હતું. આખો દિવસ અલવીશ યાદવ ઈન્ટરનેટ પર ટોપ ટ્રેન્ડમાં રહ્યો હતો. જ્યારે તે ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો હતો, ત્યારે ગૂગલ પર ટોપ સર્ચમાં પણ તે ટ્રેન્ડ કરી રહ્યો હતો.

 

ઋષિ સુનક પહોંચ્યા મોરારી બાપુની કથામાં, જય સિયારામના નારા લગાવી ભક્તિમાં તરબોળ થયાં, બાપુએ વટ પાડી દીધો, જુઓ તસવીરો

ભારત પાકિસ્તાનના મેચને લઈ લોકોમા અનોખો રોમાન્સ, અમદાવાદની બધી હોટેલ અત્યારથી જ બુક, લાખો રૂપિયા રૂમનું ભાડું

વરસાદને લઈ હવામાન વિભાગની ફિક્કી આગાહી, પરંતુ અંબાલાલ પટેલે કહ્યું – વરસાદ આવશે, બધા ધીરજ રાખો….

 

બિગ બોસ ઓટીટી 2ના ઇન્સ્ટા પેજ અનુસાર, ચાહકોએ એલ્વિશને 21.9 મિલિયન વોટ આપ્યા છે. જીત્યા બાદ એલ્વિશ પોતાના મિત્રોને ભૂલ્યો ન હતો, તેણે વિજય ઉજવણી દરમિયાન પોતાની ટ્રોફી મનીષા રાની અને અભિષેક મલ્હાનને અર્પણ કરી હતી.

 


Share this Article