અભિનેતા અને સાંસદ શત્રુઘ્ન સિન્હા પોતાના બોલ્ડ નિવેદનોને કારણે ચર્ચામાં છે. તેણે ઘણીવાર તેની પુત્રી સોનાક્ષી સિંહાના ઝહીર ઇકબાલ સાથેના લગ્ન વિશે વાત કરી છે, પરંતુ તાજેતરમાં જ તેણે તેની અંગત જિંદગી પર ખુલીને વાત કરી હતી અને કબૂલાત કરી હતી કે લગ્ન દરમિયાન ઘણી મહિલાઓ સાથે તેના સંબંધો હતા. વેવ્સ રેટ્રોને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, “હું કહેવા માંગુ છું કે માત્ર છોકરીઓ જ પ્રેમ ત્રિકોણમાં પીડાતી નથી, પરંતુ પુરુષો પણ એટલા જ ભોગ બને છે. તે ઇચ્છે તો પણ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરે છે.”
નામ લેવાની ના પાડતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, હું નામ નહીં લઉં. પરંતુ હું તે બધી મહિલાઓનો આભારી છું કે જેઓ મારા જીવનનો એક ભાગ રહી છે. મને કોઈના વિશે કોઈ ફરિયાદ નથી. મેં તેના માટે ક્યારેય ખરાબ વિચાર્યું નથી. તે બધાએ મને આગળ વધવામાં અને એક સારા વ્યક્તિ બનવામાં મદદ કરી.
“પટનાથી આટલો દૂર આવેલો છોકરો ઇન્ડસ્ટ્રીની ઝગમગાટમાં ખોવાઈ જાય એ સામાન્ય વાત છે. મને સ્ટારડમ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે ખબર નહોતી. લોકો આ બધામાં ખોવાઈ જાય છે. મને માર્ગદર્શન આપવા માટે મારી પાસે કોઈ વાલી ન હતો. જોકે, પૂનમ મારા જીવનમાં આવ્યા બાદ તેણે મને ઘણી મદદ કરી હતી.”
હિંદુ મહિલાઓને તેમના પતિની સંપત્તિ પર કેટલો અધિકાર છે? સુપ્રીમ કોર્ટની મોટી બેંચ નિર્ણય કરશે
શત્રુઘ્ન સિન્હા અને પૂનમ સિન્હાએ 1980માં લગ્ન કર્યા હતા અને તેમના ત્રણ બાળકો સોનાક્ષી સિન્હા, લવ અને કુશ સિન્હા છે. આ વર્ષે પીઢ સ્ટારની પુત્રીએ અભિનેતા ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા હતા, જેની ભારે ચર્ચા થઇ હતી.