પીઢ અભિનેત્રી સિમી ગરેવાલ 75 વર્ષની થઈ ગઈ છે પરંતુ હજુ પણ તે ખૂબ જ ફિટ અને આકર્ષક લાગે છે. ‘મેરા નામ જોકર’, ‘કર્જ’, ‘ચલતે-ચલતે’ જેવી ઘણી હિટ ફિલ્મો આપનાર સિમી પોતાની ખાસ ડ્રેસિંગ સ્ટાઇલ માટે ફેમસ છે. તે હંમેશા સફેદ આઉટફિટમાં તેના ચેટ શો ‘રેન્ડેઝવસ વિથ સિમી ગ્રેવાલ’ હોસ્ટ કરતી જોવા મળે છે. હાલમાં જ ‘બિગ બોસ 16’માં જોવા મળી હતી. પોતાની પ્રોફેશનલ લાઈફ સિવાય સિમી પોતાની પર્સનલ લાઈફને કારણે ઘણી હેડલાઈન્સમાં રહી છે.
વર્ષો પહેલા ફિલ્મ ‘મેરા નામ જોકર’માં શાનદાર સીન આપીને સનસનાટી મચાવનાર સિમી ગ્રેવાલે પોતે વર્ષ 2013માં ફિલ્મફેરને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની લવ સ્ટોરી વિશે ખુલાસો કર્યો હતો. સિમીએ કહ્યું હતું કે ‘હું 17 વર્ષની હતી ત્યારે મને મારા પાડોશી જામનગરના મહારાજા સાથે પ્રેમ થઈ ગયો હતો. અમારો સંબંધ 3 વર્ષ સુધી ચાલ્યો. તેણે મને પ્રાણીઓ, રમતગમત, ખોરાકની અદ્ભુત દુનિયા વિશે કહ્યું, મને જીવનની નવી બાજુ બતાવી અને મને તેના માટે પાગલ બનાવી. પાછળ જોતાં મારા ચહેરા પર સ્મિત આવે છે. જોકે, આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં.
મન્સૂર અલી ખાન પટૌડી-સિમી ગ્રેવાલની લવ સ્ટોરી
આ પછી સિમી ગ્રેવાલને ફેમસ ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી સાથે પ્રેમ થઈ ગયો. ક્રિકેટના કોરિડોરથી લઈને મનોરંજન ઉદ્યોગ સુધી તેમના પ્રેમની ચર્ચાઓ થવા લાગી. પટૌડી અને સિમી કોઈપણ ખચકાટ વિના જાહેર કાર્યક્રમો અને આઉટડોર શૂટમાં સાથે જોવા મળ્યા હતા. કહેવાય છે કે નવાબ સિમીને લઈને ખૂબ જ ગંભીર હતા, તેઓ આ સંબંધને આગળ લઈ જવા માંગતા હતા. પરંતુ લગભગ 2 વર્ષના સંબંધ બાદ બંને અલગ થઈ ગયા. મન્સૂરના જીવનમાં શર્મિલા ટાગોરનો પ્રવેશ થયો અને મન્સૂર અલી ખાને તેના વિશે સ્પષ્ટપણે સિમીને કહ્યું.
લગ્ન જીવન 3 વર્ષમાં સમાપ્ત થયું
ઓહ બાપ રે! ભારતમાં આ 13 રાજ્યોમાં તુર્કી જેવો જ ભૂકંપ આવવાનો પુરો ખતરો, ગુજરાતનું નામ પણ ટોપ પર
જય હો… તુર્કીના સહારે સૌના બાપુ મોરારી બાપુ, અધધ લાખની કરી સહાય, ભારત પણ અડીખમ ટેકો કરીને ઉભુ જ છે
મન્સૂર અલી ખાન પટૌડી એટલે કે સૈફ અલી ખાનના પિતાથી અલગ થયા બાદ સિમીએ દિલ્હીના ચુન્નમલ પરિવારના રવિ મોહન સાથે લગ્ન કર્યા. આ લગ્ન પણ ચાલી શક્યા નહીં અને 3 વર્ષ પછી બંને અલગ થઈ ગયા. તેના લગ્ન તૂટવા અંગે સિમીએ કહ્યું હતું કે ‘અમે બે સારા માણસો હતા પરંતુ એકબીજા માટે નહોતા બન્યા, આ લાંબા અંતરના લગ્ન હતા, અમે અલગ થયા હતા પરંતુ લગભગ 10 વર્ષ પછી છૂટાછેડા થઈ ગયા હતા. સારી વાત એ છે કે અમારી વચ્ચે કોઈ અણબનાવ નથી. આજે પણ હું તેના પરિવાર સાથે સંપર્કમાં છું.