તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શોનું મુખ્ય પાત્ર લેવા જઈ રહ્યું છે બ્રેક! નામ જાણીને ફેન્સને થશે ભારે આઘાત

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Taarak Mehta ka ooltah chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને (Taarak Mehta ka ooltah chashmah) લઈને એક મોટા સમાચાર (Big news) સામે આવ્યા છે, જેને સાંભળીને ફેન્સને ઊંડો આઘાત લાગી શકે છે. છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહેલા આ શોમાંથી વધુ એક કલાકાર ગાયબ થવા જઈ રહ્યો છે. અભિનેતાનું નામ સાંભળીને તમે ખૂબ જ ચોંકી જશો કારણ કે આ કલાકાર બીજું કોઈ નહીં પણ દરેકના પ્રિય જેઠાલાલા (jethalal) છે.

 

 

દિલીપ જોશીએ (Dilip Joshi) પોતે સોશિયલ મીડિયા દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે. ખરેખર, તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાની ધાર્મિક યાત્રાનો ઉલ્લેખ કરતો જોવા મળી રહ્યો છે.

 

 

વીડિયોમાં દિલીપ દોશી કહી રહ્યા છે કે તે ખુબ જ જલ્દી પોતાના પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર જઈ રહ્યા છે, અને આ દરમિયાન તે અબુ ધાબીની પણ મુલાકાત લેશે.

 

 

આવી સ્થિતિમાં હવે દિલીપ જોશી થોડા દિવસ માટે શોમાંથી બ્રેક લેવાના છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એટલે કે શોનું મુખ્ય પાત્ર જેઠાલાલ થોડા સમય માટે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માંથી ગાયબ થવાના છે.

 

આગાહીકાર પરેશ ગોસ્વામીએ નવરાત્રિમાં વરસાદને લઈ કરી મોટી આગાહી, ખેલૈયા ખાસ જાણી લેજો, અંબાલાલથી કેટલી અલગ છે આગાહી?

ભારત કેનેડા વિવાદમાં માતા પિતાને ભારે ટેન્શન, ક્યાંક બાળકોના કરિયરની પથારી ન ફરી જાય, લાખો રૂપિયાનો ખર્ચો માથે પડશે

નવું વાહન ખરીદનારોઓ માટે મોટા સમાચાર, સરનામાના પુરાવા તરીકે ભાડાકરાર હશે તો નવું વાહન નહીં ખરીદી શકાય

 

 

તમને જણાવી દઇએ કે, શોનું દરેક પાત્ર દર્શકોમાં ખૂબ જ ફેમસ છે, પરંતુ શોનું મુખ્ય પાત્ર જેઠાલાલ સૌ કોઇનું ફેવરિટ છે. આવી સ્થિતિમાં, જો દિલીપ જોશી છેલ્લા કેટલાક સમયથી શોમાંથી ગાયબ થઈ જાય તો તેના ચાહકો નિરાશ થઈ શકે છે.

 

 


Share this Article