ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભાને સંબોધશે, 11 બિલ રજૂ કરાશે

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Budget Session: આજે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્ર સરકાનું વચગાળાનું બજેટ રજૂ કરશે. ત્યારે ગુજરાતમાં વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થશે. આજથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થશે. આજે બપોર 12 વાગ્યે વિધાનસભા ગૃહની બેઠક મળશે. બજેટ સત્રનો પ્રારંભ રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે. રાજ્યપાલના સંબોધન બાદ શોકદર્શક ઠરાવ અને ઉલ્લેખ રજૂ કરાશે.

સત્રના પ્રથમ દિવસે મંત્રી બળવંતસિંહ રાજપૂત ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક 2024 ગૃહમાં રજૂ કરશે. હાલમાં ગુજરાતમાં જુદા-જુદા ત્રણ ગણોત વહીવટના કાયદા અમલમાં છે. તમામ ત્રણ કાયદાની વિવિધ કલમોમાં સુધારો કરીને સરકાર ખેતીની જમીન બિનખેતી કરવા મંજૂરી આપશે. તો ટ્રસ્ટની જમીન બિનખેતી કરવાની સત્તા સરકાર પોતાના હસ્તક લઈ લેશે.

બજેટ સત્રનો પ્રારંભ રાજ્યપાલના સંબોધનથી થશે

આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. બજેટ સત્રનો પ્રારંભ રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે. રાજ્યપાલના સંબોધન બાદ ઠરાવ અને ઉલ્લેખ રજૂ કરાશે. ત્યારબાદ પ્રથમ દિવસે મંત્રી બળવંતસિંહ રાજપૂત ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક 2024 ગૃહમાં રજૂ કરશે. હાલમાં ગુજરાતમાં જુદા-જુદા ત્રણ ગણોત વહીવટના કાયદા અમલમાં છે.

રાજ્યના નાણામંત્રી આવતીકાલે બજેટ રજૂ કરશે

બજેટ 2024: સેન્સેક્સ અને નિફ્ટી પણ રાખશે બજેટ પર નજર, જાણો મોદી સરકારના છેલ્લા 10 બજેટમાં માર્કેટ કેવું હતું?

બજેટ 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું બજેટ કરશે રજૂ, ચૂંટણી વર્ષમાં દરેક વર્ગને ખુશ કરવાનો છે પ્રયાસો

વચગાળાના બજેટ પહેલા સરકારી તિજોરી ભરાઈ, GST રેવન્યુ કલેક્શન રૂ. 1.72 લાખ કરોડને પાર

આ સત્રમાં બીજી ફેબ્રુઆરીએ એટલે કે આવતીકાલે ગુજરાતનું બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ 2જી ફેબ્રુઆરીએ 2024-25ના વર્ષનું બજેટ વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર એક મહિના સુધી ચાલશે અને સત્ર દરમિયાન કુલ 26 બેઠકો યોજાશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 29મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આજથી શરૂ થનારા બજેટસત્રમાં 11 જેટલા વિવિધ બિલ રજૂ કરવામાં આવશે.


Share this Article